- આ અકસ્માતને લઈને આસપાસના લોકોમાં પ્રશાસન પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે
- લોકોનો એવો પણ આરોપ છે કે અકસ્માત બાદ ત્રણ કલાક સુધી લાશ ત્યાં જ પડી રહી હતી
રાજકોટ, મંગળવાર
શહેરમાં વધુ એક કરૂણ અકસ્માત સર્જાયો છે. શહેરના નવા 150 ફૂટ રોડ પર એક ટ્રક ચાલકે ટુ-વ્હીલરને ટક્કર મારી હતી. જેના કારણે એક બાળકીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે અન્ય એક બાળકી ગંભીર રીતે ઘાયલ છે. આ ટક્કર બાદ ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતને લઈને આસપાસના લોકોમાં પ્રશાસન પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનો એવો પણ આરોપ છે કે અકસ્માત બાદ ત્રણ કલાક સુધી લાશ ત્યાં જ પડી રહી હતી. પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. શહેરના નવા 150 ફૂટ રોડ પર ટ્રકે ટુ-વ્હીલરને ટક્કર મારી હતી. ઘટના બાદ ટ્રક ચાલક ટ્રક મુકીને ફરાર થઈ ગયો હતો. જ્યારે આ ભયાનક અકસ્માતમાં હેત્વી મોરડિયા નામની યુવતીનું મોત થયું છે. જ્યારે અન્ય એક બાળકીની હાલત નાજુક છે અને તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.