District

 લો બોલો : રાજકોટ પોલીસે ઝડપેલા 4 કરોડના વાહનોમાંથી વિવિધ સ્પેર પાર્ટની ચોરી કરતા ગઠિયાઓ ક્રાઇમ બ્રાંચની ઝપટે ચઢ્યા

- વાહનોના વિવિધ ભાગની  ચોરી કરનારા ગઠિયાઓને ક્રાઇમ બ્રાંચે  ઝડપી લીધા હતા

- અગાઉ પણ આવી ચોરીને અંજામ આપ્યો હોય તો તે અંગે  પણ કરવામાં આવી પૂછપરછ

રાજકોટ, બુધવાર

  રાજકોટો પોલીસે ઝડપેલા વાહનોના વિવિધ ભાગની  ચોરી કરનારા ગઠિયાઓને કુવાડવા પોલીસે  ઝડપી લીધા હતા. આ અંગે કુવાડવા પોલીસે જણાવ્યું હતું કે  ક્રાઇમ બ્રાન્ચે કુવાડવા રોડ પોલીસ સ્ટેશનની હદમા આવતી માલીયાસણ ચોકડી પાસે આવેલા ભંગારના ડેલામાંથી આરોપી જમાલ અબ્દુલ મેતર, લલીત તુલશીરામ દેવમુરારીને  ઝડપ્યા હતા. આરોપીઓ નંબર વગરના શંકાસ્પદ વાહનો જેમા ટ્રકની ટ્રોલીઓ, ડમ્પરના ટ્રોલીઓ તથા એન્જીન સહિતના રૂ.4.04.62000 ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતાં. અને આ માલને  ભંગારના ડેલામાં મૂકી દીધો હતો. ત્યારે આ મુદ્દામાલને ગેસ કટરથી કાપીને વિવિધ ભાગની ચોરી કરનારા અન્ય 3 ઇસમોને ઝડપી પાડ્યા હતા.  ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

   સમગ્ર ઘટના એવી હતી કે, આ મુદ્દામાલ જ્યા રાખ્યો હતો ત્યાં પોલીસ પેટ્રોલિંગ થતું હોય છે તે જ પ્રમાણે કોન્સ્ટેબલ સંજય મિયાત્રા સહિતના સ્ટાફ પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન માલીયાસણ ચોકડી ખાતે પહોચતા ચોક્કસ બાતમી મળેલી કે, બંધ પડેલ ભંગારના ડેલા બહાર પોલીસે કબ્જે કરેલ ટ્રકનો માલ પડ્યો હતો ત્યાં તે ભંગારના ડેલા બહાર ત્રણ શખ્સો ગેસ કટર તથા ગેસના બાટલાઓ વડે ટ્રેકની બોડીઓ-કેબીનો કાપે છે તેવી બાતમીના આધારે બાતમીના સ્થળે પહોચતા વંડા બહાર પડેલ ત્રણ ઇસમો ગેસ કટર તથા ઓકસીજન ગેસના બાટલા પોલીસ સ્ટાફે ત્રણેય શખ્સોને પકડી નામ પૂછતાં  આ શખ્સોના નામ સલમાન ઉસ્માન પઠાણ (રહે. જંગલેશ્વર હુસેની ચોક શે.નં 2 બાપુનગર કાંટા) તેમજ રામનારાયણ રામમિલન પાસવાન (રહે.જંગ્લેશ્વર એકતા કોલોની શે,નં 4) તેમજ સલીમખાન શબ્બીરખાન પઠાણ (ઉ.વ.18),(રહે. જગ્લેશ્વર હુસેની ચોક શે.નં 2 બાપુનગર કાંટા પાસે) જાણવા મળ્યું હતું.પોલીસે આ શખ્સો પાસેથી ઓક્સીઝન ગેસના બાટલા નંગ-5, લાલ કલરના ગેસના સિલીન્ડર નંગ-2, ગેસના કટર નંગ- 2, ચાવી પાના નંગ-1 કબ્જે કર્યા હતા તેમજ  ગેસ કટર વડે કાપેલા વાહનોના વિવિધ ભાગ પણ કબજે કર્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરીને પૂછપરછ કરી હતી કે આ શખ્સોએ અગાઉ પણ આવી રીતે ચોરી કરી છે કે નહીં? ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

 

 લો બોલો : રાજકોટ પોલીસે ઝડપેલા 4 કરોડના વાહનોમાંથી વિવિધ સ્પેર પાર્ટની ચોરી કરતા ગઠિયાઓ ક્રાઇમ બ્રાંચની ઝપટે ચઢ્યા