District

એક ફૂલ દો માલી જેવી સ્થિતિમાં સુરતમાં 13 વર્ષના સગીરે 12 વર્ષના સગીર પર છરીથી હુમલો કરતા ચકચાર

એક ફૂલ દો માલી જેવી સ્થિતિમાં સુરતમાં 13 વર્ષના સગીરે 12 વર્ષના સગીર પર છરીથી હુમલો કરતા ચકચાર

- બંને કિશોરો એક જ સગીરાને પ્રેમ કરતા હતા

- બોલાચાલી બાદ છરીના દસથી વધુ ઘા ઝીંકી દેતા કિશોરની હાલત ગંભીર

સુરત, બુધવાર

  સુરતમાં એક ફૂલ દો માલી જેવા લવ ટ્રાયંગલમાં 13 વર્ષના કિશોરે 12 વર્ષના કિશોર ઉપર છરીથી હુમલો કરતાં હાલમાં ગંભીર રીતે ઘવાયેલો કિશોર સારવાર હેઠળ છે. બંને કિશોરો એક જ સગીરાને પ્રેમ કરતા હોવાથી તકરાર થયા બાદ આ જીવલેણ હુમલો થયો હતો. હાલમાં પોલીસ દ્વારા આ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. 

 સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા 12 વર્ષના કિશોરને નજીકમાં જ રહેતા 13 વર્ષના કિશોર સાથે તેરેનામ ચોકડી પાસે ગત મોડી રાત્રે તકરાર થઈ હતી. સગીરાને લઈને બંને કિશોરો વચ્ચે થયેલી તકરાર બાદ ઉશ્કેરાયેલા 13 વર્ષના કિશોરે આવેશમાં આવી 12 વર્ષના કિશોર ઉપર છરીથી હુમલો કરીને તેને દસથી વધુ ઘા ઝીંકી દીધા હતા. ઘટનાને પગલે આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને કિશોરને ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડ્યો હતો. જ્યાં હાલમાં તેની હાલત ગંભીર છે. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કિશોરની માતાએ જણાવ્યું હતું કે, પુત્રને પીઠ ઉપર, ગળાના ભાગે, છાતી ઉપર, હાથના ભાગે છરીના ઘા મારવા આવ્યા છે. દીકરો ઘરેથી કચરો ફેંકવા નીકળ્યા બાદ તેના ઉપર હુમલો થયાની જાણ થતાં જ હું દોડી ગઈ હતી. આ મામલે પાંડેસરા પોલીસ દ્વારા સમગ્ર મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં બંને કિશોર ઘર નજીક રહેતી એક સગીરાના પ્રેમ માટે ઝઘડ્યા હોવાનું બહાર આવ્યું છે. જોકે, જે સગીરા માટે આ લોહિયાળ ખેલ ખેલાયો તેને તો આ બાબતની કોઈ જાણ જ ન હોવાનું સામે આવ્યું છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

એક ફૂલ દો માલી જેવી સ્થિતિમાં સુરતમાં 13 વર્ષના સગીરે 12 વર્ષના સગીર પર છરીથી હુમલો કરતા ચકચાર