- ચૌટા બજાર અને રીંગરોડ વિસ્તારમાં કોસ્મેટિક અને શૃંગારની વસ્તુઓના વેપારીઓને ત્યાં GST ટીમના દરોડા
- બિલ વગર ખરીદી-વેચાણ કરતા હોવાનું સામે આવ્યું
- ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલકો મોટા મોંઘા વિદેશી પેકેજમાં વેચાણ કરતા
સુરત, શુક્રવાર
સ્ટેટ GST વિભાગે બિલ વગર ખરીદી-વેચાણ મામલે કાર્યવાહી હાથ ધરી છે. સ્ટેટ GST વિભાગના સુરતમાં દરોડા પાડ્યા છે. સુરતના ચૌટા બજાર અને રિંગરોડ વિસ્તારમાં GSTના અધિકારીઓ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવતા કસૂરવાર વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો. ટીમ દ્વારા કોસ્મેટિક અને શૃંગારની વસ્તુઓના વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી. વધુમાં રિંગરોડ વિસ્તારમાં આવેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલકોને ત્યાં GST વિભાગના અધિકારીઓ ત્રાટકયા હતા. સુરતમાં ચૌટા બજાર અને રીંગરોડ વિસ્તારમાં GSTની ટીમ દ્વારા તપાસમાં બિલ વગર ખરીદી-વેચાણ કરતા હોવાનો ખુલાસો થયો છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર