- એક જ પરિવારના છ લોકો અસરગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા
- ગેસ સિલેન્ડર તોડતી વખતે ક્લોરિન ગેસ લીકેજ થયો
સુરત, ગુરૂવાર
સુરતના પાંડેસરા વિસ્તારમાં ગેસ સિલિન્ડર તોડતી વખતે ફ્લોરિન ગેસનું ગળતર થતાં એક જ પરિવારના છ સભ્યો સહિત કુલ સાત લોકોને ગુંગળામણ થતાં તમામને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાલમાં તમામની હાલત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે. સિલિન્ડરનું નોઝલ તૂટી ગયા બાદ ગેસ ગળતર થયું હતું. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા સ્થળ ઉપર દોડી જઈને પાણીનો મારો ચલાવી સિલિન્ડર ખાલી કરવામાં આવ્યો હતો. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર