- યુવાનો હાર્ટ એટેકથી બચો, પળવારમાં આવી રહ્યું છે મોત
- સુરતના સિવિક સેન્ટરના ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવતા માલતી બેનનું હાર્ટ એટકથી મૃત્યુ થયું
સુરત, રવિવાર
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેકના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, આ કડીમાં આજે વધુ એક મહિલાનું મોત હાર્ટ એટેકથી થયાના સમાચાર સામે આવ્યા છે. માહિતી પ્રમાણે, સુરતના સિવિક સેન્ટરના ઇન્ચાર્જ માલતીબેન નામની મહિલાનું હાર્ટ એટેકથી મોત થયું છે. શ્વાસ લેવામાં તકલીફ પડતા ઇન્ચાર્જને હોસ્પિટલ ખસેડાયા હતા. સુરત શહેરમાં હાર્ટ એટેકથી મોતના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. કોઈને ચાલતા ચાલતા કે બાઈક ચલાવતી વખતે હાર્ટ એટેક આવી જવાથી મોત નીપજવાના કિસ્સા સામે આવી રહ્યા છે. થોડાક દિવસ પહેલા જ સુરતના પાલનપુરમાં ગરબાની પ્રેક્ટિસ દરમિયાન યુવકને હાર્ટ અટેક આવ્યો હતો.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર