- આણંદ ખોરાક અને ઔષધ નિયમન કચેરી દ્વારા સેમ્પલ પરીક્ષણ અર્થે મોકલી આપવામાં આવ્યા
- રાજ્યમાં ભેળસેળીયા તત્વો સક્રિય
- અંદાજીત રૂ. ૧.૯૬ લાખની કિંમતનું ૧,૩૯૩ કિલોગ્રામ ખાદ્યતેલ જપ્ત કરવામાં આવ્યું
આણંદ, મંગળવાર
આણંદ જિલ્લાની ખોરાક અને ઔષધ નિયમન કચેરી દ્વારા આણંદ શહેરમાં સરદાર ગંજ વિસ્તારમાં આવેલ મહેશ્વરી ટ્રેડર્સ, ઝૂલેલાલ ટ્રેડર્સ અને શ્રીગણેશ ટ્રેડર્સ ખાતે ખાદ્યતેલની તપાસ હાથ ધરી અંદાજીત રૂ. ૧.૯૬ લાખની કિંમતનું ૧,૩૯૩ કિલોગ્રામ ખાદ્યતેલ જપ્ત કરવામાં આવ્યું છે.