National

વિશ્વના ઈન્ટરનેટ નેટવર્કને રશિયાની સબમરીનોથી ખતરો !

વિશ્વના ઈન્ટરનેટ નેટવર્કને રશિયાની સબમરીનોથી ખતરો !

- અમેરિકા અને નાટો દેશોનો રશિયા સાથે વધ્યો તણાવ

- ઈન્ટરનેટ કેબલ્સને નુકસાનને યુદ્ધનું કૃત્ય ગણવાની કરી બ્રિટને વાત

 

લંડન, રવિવાર

  વિશ્વના ઈન્ટરનેટને રશિયાની સબમરીનોથી ખતરો છે. સમુદ્રમાં ફેલાયેલા ઈન્ટરનેટના મુખ્ય કેબલો રશિયાની સબમરીનને કારણે તૂટી અથવા તો ખરાબ થઈ શકે તેમ છે. જેનાથી દુનિયાભરમાં માહિતીના આદાન-પ્રદાનમાં અડચણ પેદા થવાની સંભાવના છે. જો એકપણ કેબલ આના કારણે તૂટી જાય છે, તો તેને યુદ્ધ છેડવાની કવાયત માનવામાં આવશે. આ ચેતવણી બ્રિટનના નવા સંરક્ષણ પ્રમુખ ટોની રાડાકિને આપી છે.

  સ્કાઈ ન્યૂઝમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે, બ્રિટનના સંરક્ષણ પ્રમુખ એડમિરલ ટોની રાડાકિને રશિયાને ચેતવણી આપી છે કે રશિયન સબમરીનોથી સમુદ્રની અંદર ફેલાયેલા ઈન્ટરનેટ કેબલ્સ માટે ખતરો છે. જેના કારણે આખી દુનિયામાં માહિતીના આદાન-પ્રદાન થંભી શકે છે અથવા બાધિત થઈ શકે છે. ટોનીએ કહ્યુ છે કે આ કેબલો આખી દુનિયામાં ઈન્ટરનેટની સપ્લાય કરે છે. જો તે બાધિત થશે, તો એમ માનવામાં આવશે કે રશિયાએ યુદ્ધ છેડી દીધું છે.

  ગત વર્ષ ઓક્ટોબરમાં બ્રિટનના નવા સંરક્ષણ પ્રમુખ બનાવવામાં આવેલા એડમિરલ સર ટોની રાડાકિને ધ ટાઈમ્સની સાથેની વાતચીતમાં કહ્યુ છે કે રશિયાએ ગત 20 વર્ષોમાં સમુદ્રની અંદર પોતાની ગતિવિધિઓને વધારી દીધી છે. તેમની સબમરીનોથી મુખ્ય ઈન્ટરનેટ નેટવર્કને ખતરો છે. મોસ્કો પોતાની ગતિવિધિઓને કારણે આખી દુનિયામાં કમ્યુનિકેશનના પ્રવાહને રોકી શકે છે.

  એડમિરલ ટોની રાડાકિને કહ્યુ છે કે જે ઉંડાઈમાં રશિયાની સબમરીનો ડૂબકી લગાવે છે, ,ત્યાં ઈન્ટરનેટ કેબલ્સનું મુખ્ય નેટવર્ક બિછાયેલું છે. રશિયાની પાસે આ કેબલ્સને તોડવા અથવા તો ખરાબ કરવાની ક્ષમતા પણ છે. જો રશિયા આમ કરે છે, તો આખી દુનિયામાં ઈન્ટરનેટ પર સંકટ પેદા થશે. જે તમામ દેશોની ઈકોનોમી, કમ્યુનિકેશન, સંપર્ક વગેરે વિષયોને રોકી દેશે.

  એડમિરલ ટોની રાડાકિને કહ્યુ છે કે રોયલ નેવી ગત 20 વર્ષોથી રશિયાની સમુદ્રી ગતિવિધિઓ પર નજર રાખી રહી છે. તેની સબમરીનોની સંખ્યા આવન-જાવનના માર્ગ અને તેની સાથે સંભવિત ખતરાની સ્ટડી સતત ચાલી રહી છે. ડિસેમ્બર-2020માં બ્રિટિશ ટાઈપ 23 ફ્રિગેટ એચએમએસ નોર્થબરલેન્ડ જહાજ સાથે રશિયાની સબમરીન ટકરાય હતી. ત્યારે એ ઉજાગર થયું હતું કે રશિયાની સબમરીને ઈન્ટરનેટ કેબલનો નક્શો બનાવી રહી છે.

  આ સિવાય એડમિરલ ટોની રાડાકિને કહ્યુ છે કે બ્રિટનને હાઈપરસોનિક શસ્ત્રો બનાવવાની જરૂરિયાત છે. હાલ આપણી પાસે આવા હથિયાર નથી. આપણે આ મામલામાં કમજોર છીએ. યુક્રેનમાં જો રશિયા ઘૂસણખોરી કરવાની કોશિશ કરે છે, તો આપણી પાસે મિલિટ્રી એક્શન લેવાનો માર્ગ ખુલ્લો છે. આ મામલાને આગામી સપ્તાહે ઉકેલી શકાય છે. અમેરિકા અને નાટો સાથે મળીને રશિયા સાથે વાટાઘાટો કરવાના છે. આમા યુક્રેનની પાસે બનેલા રશિયાના સૈન્ય ઢાંચા, સમુદ્રી ઈન્ટરનેટ કેબલને ખતરા સહીતના મુદ્દાઓ પર વાતચીત થવાના આસાર છે.

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=com.weu

વિશ્વના ઈન્ટરનેટ નેટવર્કને રશિયાની સબમરીનોથી ખતરો !