District

વાસદ-બોરસદ રોડ ખાતેથી ટેમ્પીમાં જવાઈ રહેલા શંકાસ્પદ માવાના નમુના પૃથ્થકરણ અર્થે લેવાયા

વાસદ-બોરસદ રોડ ખાતેથી ટેમ્પીમાં જવાઈ રહેલા શંકાસ્પદ માવાના નમુના પૃથ્થકરણ અર્થે લેવાયા

- ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા બાકીનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો

- આણંદ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા અખાધ્ય પદાર્થોનું વેચાણ કરતા તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી

આણંદ, સોમવાર  

  આણંદ ફુડ એન્ડ ડ્રગ વિભાગ તેમજ એલસીબી દ્વારા બાતમીના આધારે ટેમ્પામાં લઈ જવામાં આવી રહેલા માવાના જથ્થાને કબજે લઈને તેના સેમ્પલને પૃથ્થકરણ માટે મોકલી આપવામાં આવ્યો છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ તંત્ર દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. 

  ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, આણંદ જિલ્લાના ફુડ સેફટી વિભાગ દ્વારા તથા લોકલ ક્રાઇમ બ્રાંચ દ્વારા આંકલાવ તાલુકાના કંથારીયા પાસે વાસદ-બોરસદ રોડ ખાતેથી બોરસદ, પેટલાદ, સોજીત્રા તરફથી વડોદરા તરફ જઇ રહેલ ટેમ્પીમાં શંકાસ્પદ માવો હોવાની બાતમીના આધારે તા.૧૪/૧૦/૨૦૨3  ના રોજ ટેમ્પીમાં રહેલા આણંદ જિલ્લામાં આવેલ સુરેન્દ્રકુમાર મોહનભાઇ યાદવ, S.M.માવાવાલા મુ. કીંખલોડ, તા-બોરસદ, રાજ બહાદુર ગંગાધીન યાદવ, રાજ બહાદુર માવાવાલા, રહે.મુ.વડેલી, તા-બોરસદ, રામચંદ્ર સાલીકરામ યાદવ,  રામચંદ્ર માવાવાલા મુ.પો-બોચાસણ, તા-બોરસદ, અર્જુનભાઇ રામસુંદર વર્મા, અર્જુન માવાવાલા, મુ.પો-ડભાસી, તા-બોરસદ, શિવબરણ રામસુંદર વર્મા, શિવબરણ માવાવાલા,  મુ.પો-અમીયાદ, તા-બોરસદ, યાદવ રામ શિરોમણી છઠીરાજ, શ્રી રાધે શ્યામ માવાવાલા, મુ.પો-કાવીઠા, તા-બોરસદ,  મોહિત પુર્ણમાસી યાદવ, જે. એમ. માવાવાલા, મુ.માણેજ, તા:-પેટલાદ બીંદ બહાદુર રામકુમાર યાદવ, મુ.આમોદ, તા:-પેટલાદ, સુરેશકુમાર દેવરાજ યાદવ, સુરેશ માવાવાલા, મુ.નવાખલ, તા:-આંકલાવ તથા પરસોતમભાઇ રામનરેશ યાદવ, વિજય લક્ષ્મી માવાવાલા મુ.ત્રંબોવડ, તા:-સોજીત્રા, જિ-આણંદ અને રામ અજોર યાદવ,  શિવ ડેરી, મુ.ભલાડા, તા:-માતર, જિ-ખેડાના ફુડ બીઝ્નેશ ઓપરેટર પાસેથી શંકાસ્પદ માવાના નમુનાઓ પૃથ્થકરણ અર્થે લેવામાં આવેલ છે. આ નમુના લીધા બાદનો બાકી રહેતો અંદાજીત રૂ. ૧,૦૧,૫૧૫/- ની કિમતનો ૪૯૭.૧૦ કિ.ગ્રા જથ્થો નાશ કરવામાં આવેલ. તથા આ લેવામાં આવેલ નમુનાઓના પૃથ્થકરણ અહેવાલ આવ્યેથી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

વાસદ-બોરસદ રોડ ખાતેથી ટેમ્પીમાં જવાઈ રહેલા શંકાસ્પદ માવાના નમુના પૃથ્થકરણ અર્થે લેવાયા