District

રસ્તા પરથી 20 રૂપિયાની નોટ ઉઠાવવા જતા ખેડૂતે રૂ. 1 લાખ ગુમાવ્યા : ક્યાં બની આ ઘટના વાંચો આ અહેવાલ

રસ્તા પરથી 20 રૂપિયાની નોટ ઉઠાવવા જતા ખેડૂતે રૂ. 1 લાખ ગુમાવ્યા : ક્યાં બની આ ઘટના વાંચો આ અહેવાલ

- ખેડા જિલ્લાના સેવાલિયા બજારમાં ચીલ ઝડપની ઘટનાથી ચકચાર

- સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ હાથ ધરી

સેવાલિયા, શુક્રવાર

  ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના સેવાલિયા બજારમાં રસ્તા પર પડેલી 10 ₹ - 20 રૂ. ની નોટો લેવા જતા ખેડૂતે એક લાખ રૂપિયા ગુમાવ્યાની ચકચારી ઘટના સામે આવી છે. ભરબપોરે ચીલ ઝડપની ઘટનાને લઈને પોલીસ પણ દોડતી થઈ છે. હાલમાં સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. 

Embed Instagram Post Code Generator

  ગળતેશ્વર તાલુકાના સોનીપુરા ગામે રહેતા અરવિંદસિંહ ચંદનસિંહ ચૌહાણ તેમના ખેતરમાં વાવેલી નીલગીરીના ઝાડના વેચાણના રૂપિયા એક લાખ દસ હજાર લઈને સેવાલિયા અને થર્મલની બેંકમાં ભરવા માટે જઈ રહ્યા હતા. 10,000 રૂપિયા સેવાલિયા બેંકના એકાઉન્ટમાં ભર્યા બાદ તેઓ બાકીના રૂપિયા એક લાખ ભરેલી બેગ ગાડીમાં ડ્રાઇવર સીટની બાજુની સીટમાં મૂકીને સેવાલિયા બજારમાં મહાકાળી ડેરીએ દહી દૂધ લેવા માટે ગયા હતા. વસ્તુઓ લીધા પછી તેઓ થર્મલ તરફ જવા માટે કારમાં બેઠા તે સમયે એક ઈસમ કારની નજીક આવ્યો હતો અને કાચ ખખડાવીને તમારા પૈસા પડી ગયા છે તેમ કહેતા અરવિંદસિંહ ગાડીમાંથી નીચે ઉતર્યા હતા અને ગાડી પાસે પડેલી 10 20 રૂપિયાની નોટો ઉપાડી રહ્યા હતા. આ દરમિયાન બીજી તરફથી ગઠિયો કારમાં મુકેલ રૂપિયા એક લાખની રોકડ ભરેલી બેગ ઉઠાવીને ફરાર થઈ ગયો હતો. 10 20 રૂપિયાની નોટો ઉપાડીને કારમાં બેઠા બાદ અરવિંદસિંહે બાજુની સીટ ઉપર મુકેલ રોકડ ભરેલી બેગ જોવા ન મળતાં આસપાસ તપાસ કરી હતી પરંતુ બેગ મળી ન હતી. આ મામલે અરવિંદ સિંહ ચૌહાણ એ સેવાલિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી. જોકે, આ સમગ્ર મામલાના સીસીટીવી ફૂટેજ મળી આવતા હવે પોલીસ દ્વારા તેના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો