District

આણંદના ચીખોદરા સ્થિત મહેશ ઓઈલ એન્ટરપ્રાઈઝના ખાદ્યતેલના નમુના મીસ બ્રાન્ડેડ જાહેર

આણંદના ચીખોદરા સ્થિત મહેશ ઓઈલ એન્ટરપ્રાઈઝના ખાદ્યતેલના નમુના મીસ બ્રાન્ડેડ જાહેર

- પેઢીના માલિકને રૂપિયા ૧.૭૫ લાખનો દંડ ફટકારવામાં આવ્યો 

- નડિયાદમાંથી ભેળસેળીયા ઘી નો જથ્થો કબજે થયો હતો

આણંદ, શનિવાર 

  આણંદના ચિખોદરા ખાતેથી ફૂડ એન્ડ વિભાગે લીધેલા ઓઇલના નમુના મિસ બ્રાન્ડેડ જાહેર થતાં માલિક સામે દંડાત્મક કાર્યવાહી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા માલિકને 1.75 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. ભુજ ખાતે કરવામાં આવેલા પરીક્ષણમાં નમૂના મીસ બ્રાન્ડેડ જાહેર થયા બાદ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. 

  ખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ કરતાં ઉત્પાદકો-વેપારીઓ દ્વારા નિયમાનુસાર વેચાણ થાય છે કે નહીં ? તેમજ તેમાં કોઇ ભેળસેળ છે કે કેમ ? અને તે માનવ વપરાશ માટે યોગ્ય છે કે નહીં ? તેમજ ખાદ્યચીજ વસ્તુઓનું વેચાણ એફ.એસ.એસ.એ. મુજબ થાય છે કે નહીં ? તેની ચકાસણી અર્થે સમયાંતરે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સબંધિત ઊત્પાદકો- વેપારીઓના સ્થળની મુલાકાત લઈ તેઓના નમૂનાની ચકાસણી કરવામાં આવે છે. તેમજ મળેલ ફરિયાદોના આધારે જે તે વેપારી દ્વારા વેચાણ કરવામાં આવતી ખાદ્યચીજવસ્તુઓની ખરીદી કરીને તેનું ફુડ એનાલીસીસ કરવામાં આવે છે. આ કાર્યવાહીના ભાગરૂપે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, આણંદના ફુડ સેફટી ઓફિસર દ્વારા સાક્ષીની રૂબરૂમાં આણંદ તાલુકાના ચીખોદરા ગામે સારસા રોડ પર આવેલ મહેશ ઓઈલ એન્ટરપ્રાઈઝના માલિક ભરતકુમાર ત્રિકમલાલ મહેશ્વરી પાસેથી ફુડ સેફટી ઓફિસર દ્વારા એફ.એસ.એસ.એ.-૨૦૦૬ અને તે અન્વયેના નિયમો હેઠળ મહેશ બ્રાન્ડ ખાદ્યતેલ અને કમલ બ્રાન્ડના ખાદ્યતેલના નમુના લઇ ફુડ એનાલીસ્ટ, ભુજને નિયમાનુસાર પૃથ્થકરણ માટે મોકલી આપવામાં આવતાં આ નમુનો ફુડ એનાલીસ્ટ, ભુજ દ્વારા “મીસ બ્રાન્ડેડ” જાહેર કરવામાં આવ્યો હતો. આ તપાસ દરમિયાન ૧૫ કિલોની ભરતીવાળા મહેશ બ્રાન્ડ ખાદ્યતેલના ૮૦ અને કમલ બ્રાન્ડના ખાદ્યતેલના ૨૯ ડબ્બા તેમજ એલ્યુમિનિયમના એક મુખ્ખામાં પીનટ લેવલ ઓઇલ યુઝનો આશરે ત્રણ કિલોનો જથ્થો મળી આવ્યો હતો. ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ અને તે અન્વયેના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન-૨૦૧૧ના Food Products and Food Additive રેગ્યુલેશન ૨.૨.૧. મુજબ સદર નમુનામાં Lodine Value નિયત માત્રા કરતા ઓછી તેમજ Added Flavour, Absent હોવું જોઈએ તેની જગ્યાએ Peanut Flavour Detected થયેલ હોય જે ધારા ધોરણ મુજબના હોય સદર નમૂનો મીસ બ્રાન્ડેડ તથા 'Contains Adulterant' જાહેર થતા આણંદના એડજયુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેકટર આર.એસ. દેસાઈ દ્વારા ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ ધારાની વિવિધ કલમ હેઠળ પેઢીના માલિક ભરતકુમાર ત્રિકમલાલ મહેશ્વરીને વ્યક્તિગત રીતે રૂપિયા ૧.૭૫ લાખનો દંડ કરવામાં આવ્યો છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

આણંદના ચીખોદરા સ્થિત મહેશ ઓઈલ એન્ટરપ્રાઈઝના ખાદ્યતેલના નમુના મીસ બ્રાન્ડેડ જાહેર