- ૨૩ સપ્ટેમ્બરથી https:// khelmahakumbh.gujarat.gov.in રજિસ્ટ્રેશન પ્રકિયા શરૂ થશે
- રજિસ્ટ્રેશનમાં મુશ્કેલી કે અન્ય કોઇ માહિતી માટે ૧૮૦૦-૨૭૪-૬૧૫૧ ટોલ ફ્રી નંબર પર સંપર્ક કરી શકાશે
આણંદ, ગુરૂવાર
ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ આયોજિત સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર સંચાલિત જિલ્લા વહીવટીતંત્ર, આણંદના સંયુક્ત ઉપક્રમે ખેલમહાકુંભનું આયોજન હાથ ધરાયું છે. શાળા, ગ્રામ્ય, તાલુકા, જિલ્લા રાજય સ્તરે વિવિધ સ્પર્ધાઓ યોજાવાની છે. ખેલ મહાકુંભ ૨.૦ અંતર્ગત અંડર ૦૯,અંડર ૧૪ અને અંડર ૧૭ વયજુથના ખેલાડીઓ શાળા કક્ષાએ ફરજીયાત ભાગ લે તે માટે પ્રોત્સાહિત કરવા જિલ્લા વહીવટી તંત્રએ અપીલ કરી છે.