- ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ
- પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ ના આધારે તપાસ હાથ ધરવામાં આવી
આણંદ, શુક્રવાર
ઘર, દુકાન, ઓફિસોમાં ચોરી કરતા તસ્કરો હવે રસ્તા પર રહેતા ભિક્ષુકોને પણ બક્ષતા નથી. આવી જ એક ઘટના આણંદમાં પ્રકાશમાં આવી છે. જેમાં તસ્કરો ગોડાઉનના ઓટલા ઉપર સૂઈ રહેલ એક મહિલા ભિક્ષુકના પગમાંથી ચાંદીના છડાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થયા બાદ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.