- ભેળસેળિયા તત્વો માવો બનાવવા માટે વનસ્પતિ ઘી અને ખાતરનો ઉપયોગ કરે છે
- દૂધના પાવડરમાંથી માવો તૈયાર કરવામાં આવે છે
આણંદ, બુધવાર
રાજ્યમાં ભેળસેળવાળી વસ્તુઓ તેમજ અખાદ્ય પદાર્થોનું વેચાણ મોટા પાયે થઈ રહ્યું છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગની બેદરકારીને કારણે લોકોના સ્વાસ્થ્યને ભારે નુકસાન પહોંચી રહ્યું છે ત્યારે તાજેતરમાં આણંદમાં ઝડપાયેલા માવાના જથ્થા મામલે મોટો ઘટસ્ફોટ થયો છે. આણંદના બોરસદ તાલુકાના કેટલા ગામોમાં માવો બનાવવાની ભઠ્ઠીઓ ધમધમે છે. આ માવામાં વનસ્પતિ ઘી અને ખાતરનું મિશ્રણ કરવામાં આવે છે. તહેવારો દરમિયાન લોકો હશે માવાની ખરીદી કરે છે ત્યારે માવો પ્યોર છે કે નહીં તેની તકેદારી રાખવી પણ જરૂરી છે. વિભાગ દ્વારા દિવાળીના આગલા દિવસોમાં જ મીઠાઈના સેમ્પલો લઈને કામગીરી કર્યાના દેખાડા કરવામાં આવશે અને દિવાળી પતી ગયા બાદ લોકો મીઠાઈ આરોગી લેશે પછી તેનો રિપોર્ટ આવશે. ત્યારે લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરતાં તત્વો સાથે જાણે કે તંત્રની પણ સાંઠગાંઠ હોય તેવું જોવા મળી રહ્યું છે.