District

વન્ય પ્રાણી સપ્તાહ : રણોલી ખાતે વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી 

વન્ય પ્રાણી સપ્તાહ : રણોલી ખાતે વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી 

- નાયબ મુખ્ય દંડકની હાજરીમાં કાર્યક્રમ યોજાયો

 

આણંદ, ગુરુવાર

  રાજ્ય વન વિભાગ દ્વારા દર વર્ષે ૨જી થી ૮મી ઓક્ટોબર સુધી વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગ રૂપે તા.૨ થી ૮ ઓક્ટોબર દરમિયાન આણંદ જિલ્લામાં વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંદક રમણભાઇ સોલંકીની વિશેષ ઉપસ્થિતિમાં બોરસદ તાલુકાના રણોલી સ્થિત રણોલી હાઇસ્કુલ ખાતે આણંદ જિલ્લા સામાજિક વનીકરણ વિભાગ, આણંદ દ્વારા વન્યજીવોના અસ્તિત્વ, વન્યજીવોના મહત્વ જેવા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને જિલ્લા કક્ષાના વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. 

Embed Instagram Post Code Generator

  આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણીનો મુખ્ય હેતુ વન્યજીવોના અસ્તિત્વને ટકાવી રાખવા માટે તેમના સંરક્ષણના કાર્યને પ્રાધાન્ય મળે તે માટેનો છે. વન્યજીવો પર્યાવરણના સંતુલનને જાળવી રાખવામાં અતિ મહત્વનો ભાગ ભજવે છે. જ્યારે વન વિભાગ એ વન્યજીવોના અસ્તિત્વને ટકાવી રાખવા માટે સતત કાર્યરત રહે છે. પાણી અને વિજળીનો સમજદારી ભર્યો ઉપયોગ અને વાહનોનો બને એટલો ઓછો ઉપયોગ કરી હવાના પ્રદુષણને ઘટાડવા પર્યાવરણને સંતુલિત રાખવા તથા વન્ય પ્રાણીઓના સંરક્ષણમાં યોગદાન આપવા અનુરોધ કર્યો હતો. જિલ્લાની વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ દ્વારા બાળકોને સાંપ, મગર અને સારસ સહિતના વન્ય પ્રાણીઓના જીવન, અસ્તિત્વ, સામાન્ય આદતો, મહત્વ અને સંરક્ષણ વિશે વિગતવાત જાણકારી આપવામાં આવી હતી. આ ઉજવણીના ભાગરૂપે શાળામાં મહાનુભાવો હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતું. અંતમાં શાળાના આચાર્ય આશિષભાઈ શાહ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં નાયબ વન સંરક્ષક નમ્રતાબેન ઈટાલિયન, બોરસદના પ્રાંત અધિકારી જય બારોટ, વન વિભાગના અધિકારી-કર્મચારીઓ, રણોલી કેળવણી મંડળના પ્રમુખ અને સભ્યો, અગ્રણી સર્વ ધરમદેવસિંહ ડાભી, મફતભાઈ અને શાળાના શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતાં.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો