District

સરગાસણ ટી.પી. 9 વિસ્તારમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક અને સફાઇ મુદ્દે કમિશનરનું સરપ્રાઇઝ ચેકિંગ, દુકાનદારને દંડ ફટકારાયો

- પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનાર દુકાનદાર પાસેથી વહિવટી ચાર્જ વસૂલવામાં આવ્યો
- 5 કિલોગ્રામ અખાદ્ય મંચુરિયન તથા 3 કિલો ગ્રામ નુડલ્સનો નાશ કરવામાં આવ્યો 

ગાંધીનગર, સોમવાર 

  ગાંધીનગરને સ્વચ્છ અને સુંદર તથા પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે મહાનગરપાલિકાની સેનિટેશન શાખા દ્વારા ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. ત્યારે આજે ગાંધીનગરના સરગાસણ ટી.પી. 9 વિસ્તારમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક અને સફાઇ મુદ્દે કમિશનરનું સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયુ હતું. અને દુકાનદારને દંડ ફટકારાયો હતો.    

  વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલા સ્વચ્છતાના મંત્રને સાકાર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર  પટેલ દ્વારા સ્વચ્છતા હી સેવાની શરૂઆત કરવામાં આવી છે. આ જ અભિયાનને સફળ બનાવવા માટે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ગાંધીનગરને સ્વચ્છ અને સુંદર તથા પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે મહાનગરપાલિકાની સેનિટેશન શાખા દ્વારા ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. ત્યારે આજે ગાંધીનગર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર  જે. એન. વાઘેલા દ્વારા સરગાસણ ટી.પી. 9 વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. જ્યા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનાર દુકાનદાર પાસેથી વહિવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. ક્રિષ્ના ફાસ્ટફૂડ નામની દુકાન ચલાવતા દુકાનદાર પાસેથી રૂ. 3000/-નો ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. આ સ્થળેથી 5 કિલોગ્રામ જેટલો અખાદ્ય મંચુરિયન તથા 3 કિલો ગ્રામ જેટલો નુડલ્સનો જથ્થો મળી આવ્યો હતો. જેનો નાશ કરવામાં આવ્યો હતો. તેમજ એક્સપાઇર થયેલા બટરના ત્રણ પેકેટનો પણ નાશ કરવામાં આવ્યો હતો.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

 

 

સરગાસણ ટી.પી. 9 વિસ્તારમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક અને સફાઇ મુદ્દે કમિશનરનું સરપ્રાઇઝ ચેકિંગ, દુકાનદારને દંડ ફટકારાયો