- તેમણે 2011, 2015 અને 2019 ક્રિકેટ વર્લ્ડ કપના વિજેતાઓની સચોટ ભવિષ્યવાણી કરી હતી
- 'મેન્સ વનડે વર્લ્ડ કપ વર્ષ 1987માં જન્મેલો કેપ્ટન જીતશે'
અમદાવાદ, ગુરુવાર
વૈજ્ઞાનિક જ્યોતિષ ગ્રીનસ્ટોન લોબોએ ODI વર્લ્ડ કપને લઈને ભવિષ્યવાણી કરી છે. તેણે અગાઉ 2011, 2015 અને 2019 ક્રિકેટ વર્લ્ડ કપના વિજેતાઓની સચોટ આગાહી કરી હતી. હવે તેણે કહ્યું કે 1987માં જન્મેલા કેપ્ટનનું વર્લ્ડ ચેમ્પિયન બનવું નિશ્ચિત છે. વૈજ્ઞાનિક જ્યોતિષ ગ્રીનસ્ટોન લોબોએ આગાહી કરી છે કે વર્ષ 1987માં જન્મેલ કેપ્ટન ભારત દ્વારા આયોજિત થઈ રહેલ મેન્સ ODI વર્લ્ડ કપ જીતશે. તે આ નિષ્કર્ષ પર પહોંચ્યો કે તાજેતરમાં મોટી રમતગમતની ઘટનાઓમાં 1986માં જન્મેલા ખેલાડીઓ/કેપ્ટનની જગ્યા 1987માં જન્મેલા ખેલાડીઓ દ્વારા લેવામાં આવી છે. અહેવાલો અનુસાર, લોબોએ 2011, 2015 અને 2019 ક્રિકેટ વર્લ્ડ કપના વિજેતાઓની સચોટ ભવિષ્યવાણી કરી હતી.