National

વૈજ્ઞાનિકોની ચેતવણી : વિશ્વને વધુ એક મહામારીનો ખતરો

વૈજ્ઞાનિકોની ચેતવણી : વિશ્વને વધુ એક મહામારીનો ખતરો

- કોરોનાથી સાત ગણો વધુ ખતરનાક વાયરસ

- પાંચ કરોડ લોકોના મોત થવાની આંશકા

દિલ્હી, સોમવાર

  કોરોના ખત્મ થયા પછી વિશ્વ આખાએ માંડ રાહતનો શ્વાસ લીધો છે. લાખો લોકોના ભોગ લેનારો કોરોના છેવટે લગભગ ખતમ થયો છે ત્યાં જ વૈજ્ઞાનિકોએ એક વધુ સંભવિત મહામારીને લઈને ચિંતા વ્યક્ત કરી છે. 1918થી 1920 દરમિયાન દુનિયામાં ફેલાયેલી સ્પેનિષ ફ્લુની મહામારીએ પાંચ કરોડ લોકોનો ભોગ લીધો હતો હવે આ નવી આવી રહેલી મહામારીથી પાંચ કરોડ લોકોના મોત થવાની પણ ચેતવણી વિજ્ઞાનીઓએ આપી છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ તેને ડિસીઝ એક્સ (DISEASE X) એવું નામ આપ્યું છે, શું છે આ ડિસીઝ એક્સ? વાંચો આ ખાસ અહેવાલમાં...વલ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના તજજ્ઞો ડિસીઝ એક્સને નેક્સ્ટ પેન્ડેમિક પણ કહે છે. ડિસીઝ એક્સ એ કોરોના કરતા 7 ગણો વધુ ખતરનાક છે. જેના કારણે 5 કરોડ લોકોના મોત થઈ શકે છે.  ડબ્લ્યુએચઓએ એમ પણ કહ્યું છે કે ડિસિઝ એક્સ વિશ્વમાં ફેલાવવા પણ લાગ્યો છે. યુકેના આરોગ્ય નિષ્ણાતોએ આ રોગ વિશે જણાવ્યું છે  કે, '1918-1920માં સ્પેનિશ ફ્લૂથી વિશ્વભરમાં 5 કરોડ લોકો માર્યા ગયા હતા અને ડિસીઝ એક્સને કારણે એટલી જ સંખ્યામાં  લોકોના મોત થવાની ભિતી છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

Embed Instagram Post Code Generator

  યુકેના વેક્સિન ટાસ્કફોર્સના અધ્યક્ષ ડેમ કેટ બિંઘમ કહે છે, 'ડિસીઝ એક્સ કોરોના3 કરતા સાત ગણો વઘુ ખતરનાક છે, વિશ્વ આરોગ્ય સંસ્થાના ડેટા અનુસાર, કોરોનાથી વિશ્વમાં 70 લાખ લોકોના મોત થયા હતા. ડિસીઝ Xને કારણે 5 કરોડ લોકો મોતને ભેટી શકે છે. શું છે આ ડિસીઝ એક્સ? હકીકત એ છે કે આ રોગ વિષે મેડિકલ સાયન્સ પણ નથી જાણતું, મેડિકલ સાયન્સ હજુ એ શોધી નથી શક્યું કે તે થવાનું કારણ શું છે, તે કેવી રીતે ફેલાય છે, ક્યાંથી શરૂ થશે અને કેવી રીતે સમાપ્ત થશે. આમ, આ રોગ હજુ સુધી મેડિકલ સાયન્સ માટે પણ એક કોયડો છે. WHO કહે છે, ડિસીઝ એક્સ એક નવો વાયરસ, બેક્ટેરિયા, બેક્ટેરિયમ, અથવા ફૂગ હોઈ શકે છે જેની હજુ સુધી કોઈ જાણીતી સારવાર જ ઉપલબ્ધ નથી.

  તબીબો અને તબીબી વિજ્ઞાનીઓ માત્ર અંદાજ અને અટકળો લગાવી શકે છે. કેટલાક તબીબો  અનુસાર, ડિસીઝ એક્સ એ આરએનએ વાયરસ જેવા ઝૂનોટિક રોગ સાથે સંબંધિત હોઈ શકે છે, એટલે કે, તે જંગલી અથવા ઘરેલું પ્રાણીઓમાંથી ફેલાઈ શકે છે, આ બાદ તે મનુષ્યોમાં ફેલાય તેવી ભિતી છે. ઇબોલા, એચઆઇવી એટલે કે એઇડ્સ અને કોવિડ-19 એ પણ ઝૂનોટિક રોગો હતા જે પ્રાણીઓમાંથી માણસોમાં આવ્યા હતા, આવા રોગો પર બચાવ એ જ મોટો ઉપચાર સાબીત થઈ શકે છે.  કેટલાક નિષ્ણાતો કહે છે કે, ડિસીઝ એક્સ એ બાયોટેરિઝમ પણ હોઈ શકે છે, જે સંભવિતપણે વૈશ્વિક આપત્તિજનક જોખમ ઊભું કરી શકે છે. યુકેના વેક્સિન ટાસ્કફોર્સના અધ્યક્ષ ડેમ કેટ બિંઘમે એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું, 'વિશ્વે મોટા પાયે રસીકરણ અભિયાન માટે તૈયારી કરવી પડશે અને રેકોર્ડ સમયમાં ડોઝનું સંચાલન કરવું પડશે. ડિસીઝ એક્સ ઇબોલા કરતાં વધુ ચેપી છે, તેનો મૃત્યુ દર 67 ટકા જેટલો છે. ડિસીઝ એક્સનું દુનિયામાં ક્યાંક ને ક્યાંક મ્યુટેશન થઈ રહ્યું છે, અને ભવિષ્યમાં દુનિયાભરમાં લોકોને પોતાની ચપટેમાં લઈ શકે છે.

  ડેમ કેટ બિંઘમે વધુમાં કહ્યું કે, 'નવી મહામારી હાલના જ વાયરસમાંથી પેદા થઈ શકે છે અને તે કોવિડ-19 કરતાં સાત ગણો વધુ ઘાતક સાબિત થઈ શકે છે. વૈજ્ઞાનિકો હાલમાં 25 વાયરસ જૂથોનું નિરીક્ષણ કરી રહ્યા છે, જેમાંના દરેકમાં હજારો વ્યક્તિગત વાયરસ છે, જેમાંથી કોઈપણ એક વાયરસ ગંભીર રોગચાળામાં ફેરવાઈ શકે છે.  વિલ્ટશાયરમાં ઉચ્ચ સુરક્ષા ધરાવતી પોર્ટન ડાઉન લેબના 200 થી વધુ વૈજ્ઞાનિકોએ પણ 'ડિસીઝ એક્સ' માટે રસીકરણની શોધ શરૂ કરી છે. વૈજ્ઞાનિકો પ્રાણીઓના વાયરસ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે જે માનવોને ચેપ લગાડે છે અને વિશ્વભરમાં ઝડપથી ફેલાઈ શકે છે. બર્ડ ફ્લૂ, મંકીપોક્સ અને હંટાવાયરસ પણ તપાસના દાયરામાં છે.

  યુકે હેલ્થ સિક્યોરિટી એજન્સીના વડા પ્રોફેસર ડેમ જેન્ની હેરિસે જણાવ્યું હતું કે, 'ક્લાઈમેટ ચેન્જ અને જનસંખ્યામાં ફેરફાર જેવા પરિબળો ભવિષ્યમાં રોગચાળાની સંભાવના વધારી રહ્યા છે. આ માટેની તૈયારી પર ભાર મૂકવો જરૂરી છે. વિશ્વની જાણીતી લેબોરેટરીઓના વૈજ્ઞાનિકો, હેલ્થકેર નિષ્ણાતો ડિસીઝ Xના નવા સંભવિત પેન્ડેમિકની તૈયારી કરી રહ્યા છે. નિષ્ણાતોએ ચેતવણી જારી કરી છે કે નવો વાયરસ સ્પેનિશ ફ્લૂ જેટલો વિનાશક હોઈ શકે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન મુજબ, રોગ રોગ નિવારણ માટે વિશ્વના મોટા વૈજ્ઞાનિકોના નિર્ણયોની પણ જરૂર પડશે. રોગચાળાને રોકવા અને અટકાવવા માટે પરીક્ષણ કીટ, રસી અને પ્રાથમિક તબીબી સહાયની મોટા પાયે જરૂર પડશે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો