- દહેગામના ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી
- બલરાજસિંહ કે. ચૌહાણ દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવા સરકારને રજૂઆત
દહેગામ, શનિવાર
દહેગામમાં રહેતા વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે સાયન્સ કોલેજ ફાળવવા માટે સ્થાનિક ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. હાલમાં પરિસ્થિતિ એવી છે કે, દહેગામના વિદ્યાર્થીઓને અભ્યાસ સાથે અન્ય તાલુકા મથકોએ જવું પડે છે. ત્યારે દહેગામમાં જ સાયન્સ કોલેજ ફાળવવામાં આવે તો વિદ્યાર્થીઓને અભ્યાસ માટે સારી તક મળવાની સાથે સાથે તેઓ ઉજ્જવળ ભવિષ્ય ઘડી શકે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર