- દિવાળી પહેલા બુટલેગરોએ દારૂની હેરાફેરી તેજ કરી છે.
- પોલીસ દ્વારા રોડ પર કાર્યવાહી કરવામાં આવી રહી હોવાથી દારૂની હેરાફેરી કરનારાઓ રેલ્વે માર્ગેથી દારૂની હેરાફેરી કરતા હોવાનું પ્રકાશમાં આવ્યું છે.
- ટ્રેનમાં ગોવાથી વડોદરા લઈ જવામાં આવતા વિદેશી દારૂની 167 બોટલો જપ્ત કરવામાં આવી છે
સુરત, ગુરૂવાર
દિવાળી પહેલા બુટલેગરોએ દારૂની હેરાફેરી તેજ કરી છે. પોલીસ દ્વારા રોડ પર કાર્યવાહી કરવામાં આવી રહી હોવાથી દારૂની હેરાફેરી કરનારાઓ રેલ્વે માર્ગેથી દારૂની હેરાફેરી કરતા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ટ્રેનમાં ગોવાથી વડોદરા લઈ જવામાં આવતા વિદેશી દારૂની 167 બોટલો જપ્ત કરવામાં આવી છે. બુટલેગરો રિઝર્વેશન કોચના ટોયલેટ વચ્ચે દારૂની હેરાફેરી કરતા હતા. પોલીસે દારૂના જથ્થા સાથે બે આરોપીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.