- આ ગુનામાં અડાજણ પોલીસે મુખ્ય આરોપી અશ્વિન ઉર્ફે ગોપાલ ઉલવા, ઉંમર 30, રહે વૃંદાવન અપાર્ટ, વેડરોડ, મૂળ, ભાવનગરની ધરપકડ કરી હતી
- આરોપીને બે દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે
સુરત, ગુરૂવાર
સુરતના સિટીલાઈટ રોડ વિસ્તારમાંથી એક મિત્રએ ઈન્સ્યોરન્સ પોલિસી લેવાના બહાને એલઆઈસી એજન્ટને ફોન કરીને હનીટ્રેપ કર્યા બાદ અડાજણ પોલીસના નામે રૂ.43 હજાર પડાવી લીધા હતા. આ ગુનામાં અડાજણ પોલીસે મુખ્ય આરોપી અશ્વિન ઉર્ફે ગોપાલ ઉલવા, ઉંમર 30, રહે વૃંદાવન અપાર્ટ, વેડરોડ, મૂળ, ભાવનગરની ધરપકડ કરી હતી.આરોપીને બે દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. તેની પાસેથી કાર હજુ સુધી જપ્ત કરવામાં આવી નથી. આરોપી અગાઉ ભાવનગરમાં રેસ્ટોરન્ટ ચલાવતો હતો. આ કેસમાં અત્યાર સુધીમાં 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સંજય વાઘેલાએ 25મીએ એજન્ટને વીમા પોલિસીના બહાને અડાજણમાં જૂના મકાનમાં બોલાવ્યો હતો. 40 વર્ષીય એલઆઈસી એજન્ટ સાથે તેના મિત્ર સંજય વાઘેલા, દિલીપ મામા અને એક યુવતી પણ હતી.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર