- સુરતના પુનાગામ વિસ્તારમાં ગ્રીષ્મા હત્યાકાંડ જેવી ઘટના ટળી હતી. પુણાગામની એક હોટલના રૂમમાં બે લવબર્ડ વચ્ચે અણબનાવ થયો હતો
- યુવતીના ફોન અવારનવાર વ્યસ્ત રહેતા હોવાથી બોયફ્રેન્ડને યુવતી પર શંકા ગઈ હતી અને ઝઘડો થયો હતો
સુરત, રવિવાર
સુરતના પુનાગામ વિસ્તારમાં ગ્રીષ્મા હત્યાકાંડ જેવી ઘટના ટળી હતી. પુણાગામની એક હોટલના રૂમમાં બે લવબર્ડ વચ્ચે અણબનાવ થયો હતો. યુવતીના ફોન અવારનવાર વ્યસ્ત રહેતા હોવાથી બોયફ્રેન્ડને યુવતી પર શંકા ગઈ હતી અને ઝઘડો થયો હતો. જ્યારે લડાઈ હિંસક બની ગઈ, ત્યારે ગુસ્સે થયેલા પ્રેમીએ હોટલના રૂમમાં યુવતીના ગળા પર છરી ઝીંકીને તેને મારવાનો પ્રયાસ કર્યો. ઘટનામાં પુણા પોલીસે પ્રેમીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પુના પોલીસ સ્ટેશનના એસીપી પી.કે. પટેલ પાસેથી મળતી માહિતી મુજબ સુરતના પુના વિસ્તારમાં એક હોટલના રૂમમાં યુવક અને યુવતી વચ્ચે થયેલી મારામારીએ હિંસક વળાંક લીધો હતો. જેમાં રોષે ભરાયેલા યુવકે યુવતી પર છરી જેવા ઘાતક હથિયાર વડે હુમલો કરતાં તેણીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને હુમલાખોરના બોયફ્રેન્ડને તાબડતોબ કસ્ટડીમાં લઈ તેની વધુ પૂછપરછ હાથ ધરી છે.