
- બાંગ્લાદેશી યુવક અને યુવતીઓને ગેરકાયદેસર રીતે ઘૂસાડવાના ષડયંત્રનો પર્દાફાશ
- બાંગ્લાદેશી નાગરિકોને ખેતર મારફતે ભારતમાં ઘુસાડાયા હતાં : યુવતીઓને દેહ વિક્રિયના ધંધામાં ધકેલવામાં આવી હતી
સુરત, મંગળવાર
જે બાંગ્લાદેશ પોતાની જીડીપી મજબૂત હોવાના દાવાઓ કરી રહ્યું છે ત્યાંની ગરીબી નિર્દોષ યુવતીઓની જિંદગીનો ભોગ લઈ રહી છે એવું કહેવામાં સહેજ પણ અતિશયોક્તિ નથી. કારણ કે બાંગ્લાદેશી યુવતીઓ પાસે દેહવિક્રય કરાવવાના ગોરખધંધાનો સુરત રેલ્વે પોલીસે પર્દાફાશ કર્યો છે. સુરત રેલ્વે પોલીસે બાંગ્લાદેશી યુવક અને યુવતીઓને ઝડપી પાડ્યા છે.

અગાઉ સુરત એસઓજી પોલીસે બાંગ્લાદેશી યુવતીઓ પાસે દેહવિક્રય કરાવવાના ગોરખધંધાનો પર્દાફાશ કર્યો હતો. જેમાં સુરત એસઓજી પોલીસે રેલ્વે સ્ટેશન બહાર સીટી બસ સ્ટેશન પાસેથી એક કિશોરીને પકડી તેણીને દેહવક્રિયના ધંધામાં ધકેલનાર દંપતી તથા સુરત સુધી લાવનાર દલાલને પકડી પાડવામાં આવ્યા હતા અને બાંગ્લાદેશના દલાલને પોલીસ દ્વારા વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે આજે પણ સુરતમાંથી દેહવ્યપારના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. બાંગ્લાદેશમાં આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય તેવા પરિવારની દીકરીને પૈસા આપી સુરત લાવવામાં આવી હતી. ત્યારબાદ આ દીકરીને સુરતમાં દેહવક્રિયના ધંધામાં ધકેલી દેવામાં આવી. આ વાતની જાણ સુરત રેલ્વે પોલીસને થતા ભારતમાં બાંગ્લાદેશી યુવક અને યુવતીઓને ગેરકાયદે રીતે ઘુસાડવાનું મોટું રેકેટે ઝડપી પાડ્યું છે. હાવડા ટ્રેનમાંથી બાંગ્લાદેશી યુવક અને યુવતીઓને પોલીસે ઝડપી લીધા બાદ પોલીસ પુછપછ દરમિયાન મોટા ષડયંત્રનો પર્દાફાશ થયો હતો. બાંગ્લાદેશી નાગરિકોને ખેતર મારફતે ભારતમાં ઘુસાડાયા હતાં. તેમ જ યુવતીઓને દેહ વિક્રિયના ધંધામાં ધકેલવામાં આવી હતી. આ સાથે પોલીસ તપાસમાં એ પણ ખુલ્યું છે કે, એક યુવકે બોગસ આધારકાર્ડ પણ બનાવી આપ્યા હતાં. જેના માટે નકલી આધારકાર્ડ માટે 1500 રૂપિયા વસુલતો હતો. કેટલાક ઈસમો દ્વારા બાંગ્લાદેશથી બાળ કિશોરીઓની તસ્કરી કરી સુરત લાવવામાં આવે છે અને ત્યારબાદ તેમને દેહવક્રિયના વેપારમાં ધકેલી દેવામાં આવે છે.




