Gujarat

સુરતનું ધો. 12 સાયન્સનું રિઝલ્ટ 77.53 ટકા જાહેર કરવામાં આવ્યું 

સુરતનું ધો. 12 સાયન્સનું રિઝલ્ટ 77.53 ટકા જાહેર કરવામાં આવ્યું 

- સુરતના વિદ્યાર્થીઓએ ગુજરાતભરમાં A1 અને A2 ગ્રેડમાં ડંકો વગાડ્યો 
- ગુજરાતભરમાં સૌથી વધુ A1માં 42 અને A2માં 636 સ્ટુડન્ટ્સને સફળતા મળી 

સુરત, ગુરુવાર 

    ધોરણ 12 સાયન્સનું પરિણામ આજે જાહેર થઇ ગયું છે ત્યારે સાયન્સ અને ગુજકેટનું પરિણામ જાહેર થતાં વિદ્યાર્થીમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વર્ષ 2022માં ગુજરાત બૉર્ડનું ધોરણ 12 સાયન્સનું 72.02% પરિણામ આવ્યું છે જે ગયા વર્ષે 71.34 ટકા હતું. આ વર્ષે 85.78 % સાથે રાજકોટ રાજ્યભરમાં અવ્વલ આવ્યો છે જ્યારે દાહોદમાં સૌથી ઓછું 40.19 % પરિણામ આવ્યું છે.    સુરતનું રિઝલ્ટ 77.53 ટકા જાહેર કરવામાં આવ્યું છે. ગત માર્ચ મહિનામાં લેવામાં આવેલી પરિક્ષાનું ઝડપથી પરિણામ આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. સુરતના વિદ્યાર્થીઓએ ગુજરાતભરમાં A1 અને A2 ગ્રેડમાં ડંકો વગાડ્યો છે. ગુજરાતભરમાં સૌથી વધુ A1માં 42 અને A2માં 636 સ્ટુડન્ટ્સને સફળતા મળી છે. ધોરણ 12 સાયન્સનું સુરત જિલ્લાનું 77.53 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં 42 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. આ સાથે 636 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે. જે ગુજરાતમાં સૌથી વધુ છે. આ સાથે જ B1માં પણ 1468 અને B2માં 1930 વિદ્યાર્થીએ સૌથી વધુ ગ્રેડ મેળવ્યા છે.
    સુરત સેન્ટરનું 81.57 ટકા પરિણામ આવ્યું છે. આ સાથે બારડોલીનું 65.94, કામરેજનું 77.34, વરાછાનું 87.73, કીમનું 74.78, રાંદેરનું 82.09, નાનપુરાનું 74.65, ઉધનાનું 62.38, માંડવીનું 53.02 અને વાંકલનું 57.50 ટકા પરિણામ આવ્યું છે. 18 એપ્રિલે લેવાયેલી ગુજકેટ-2022ની પરીક્ષાના ગણિત(050), કેમિસ્ટ્રી(052), ફિઝિક્સ(054), બાયોલોજી(056) વિષયોના પ્રશ્નપત્ર સેટ નંબર 1થી 20 માટે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી માધ્યમની પ્રોવિઝનલ આન્સર-કી 28 એપ્રિલ, 2022ના રોજ જાહેર કરવામાં આવી હતી અને રજૂઆતો મગાવવામાં આવી હતી. આ રજૂઆતોના અંતે સુધારા સહિતની ફાઈનલ આન્સર-કી બોર્ડની વેબસાઇટ www.gseb.org પર પ્રસિદ્ધ કરવામાં આવી છે.

સુરતનું ધો. 12 સાયન્સનું રિઝલ્ટ 77.53 ટકા જાહેર કરવામાં આવ્યું