District

આ શિક્ષક છે કે રાક્ષસ ? શિક્ષિકાની માસૂમ પર ક્રૂરતા : સુરતની શિક્ષિકાએ સાડા 3 વર્ષની બાળકીને પીઠ પર 35 ને ગાલ પર 2 તમાચા માર્યા

આ શિક્ષક છે કે રાક્ષસ ? શિક્ષિકાની માસૂમ પર ક્રૂરતા : સુરતની શિક્ષિકાએ સાડા 3 વર્ષની બાળકીને પીઠ પર 35 ને ગાલ પર 2 તમાચા માર્યા

- વાલીએ બાળકીના કપડા બદલતી વખતે શરીર પરના નિશાન વિશે પૂછતા સમગ્ર મામલો આવ્યો બહાર
- બાળાની પીઠ લાલ ચકામાથી ઊપસી આવી

સુરત, બુધવાર 

  સુરત શહેરની એક શાળામાં બાળકીને શિક્ષિકાએ બેરહેમીથી ફટકારી હોવાની ઘટના સામે આવી છે. સાડા ત્રણ વર્ષની બાળકીને માર મારવાની આ ઘટનાથી વિવાદ સર્જાયો છે. બાળકીને માર મારવાની ઘટના ક્લાસ રૂમમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. આ સમગ્ર ઘટના સાધના નિકેતન સ્કૂલની છે અને સ્કૂલના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેમાં શિક્ષિકા માસૂમ બાળકીને પીઠ પર 35 અને ગાલ પર 2 તમાચા મારતી જોવા મળે છે. બાળકીના વાલીએ શિક્ષિકા સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. સુરતમાં જુનિયર કેજીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને શિક્ષિકા દ્વારા ઢોરમાર મારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. બાળકીની બાજુમાં બેસીને શિક્ષિકા દ્વારા તેને ભણાવવાને બદલે સતત પીઠ પર માર મારવામાં આવે છે. શિક્ષિકા એટલી ક્રૂરતાથી મારી રહી છે કે જાણે તેને બાળકો પ્રત્યે કોઈ જ લાગણી ન હોય. આ સમગ્ર ઘટના સાધના નિકેતન સ્કૂલની છે અને સ્કૂલના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેમાં શિક્ષિકા માસૂમ બાળકીને પીઠ પર 35 અને ગાલ પર 2 તમાચા મારતી જોવા મળે છે. બાળકીના વાલીએ શિક્ષિકા સામે કાર્યવાહી કરવાની માંગ કરતા શિક્ષણ મંત્રીએ તપાસના આદેશ આપ્યા છે. સાથે જ શિક્ષિકાને સ્કૂલમાંથી સસ્પેન્ડ કરાયા છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

  સુરતના પુણાગામ વિસ્તારના કારગીલ ચોકમાં આવેલી સાધના નિકેતન સ્કૂલમાં જૂનિયર કેજીમાં અભ્યાસ કરતી માસૂમ સાડા 3 વર્ષની બાળકીને શિક્ષિકાએ ક્રૂરતાપૂર્વક માર માર્યો હતો. શિક્ષિકાએ એક બાદ એક એમ કુલ પીઠ પર 35 અને ગાલ પર 2 તમાચા બાળકીને માર્યા હતા. જે બાદ બાળકીના ઘરે ગયા પછી કપડા બદલતી વખતે શરીર પર મારના નિશાન જોવા મળ્યા હતા. જેથી વાલીએ બાળકીને નિશાન વિશે પૂછતા બાળકીને સમગ્ર હકીકત જણાવી હતી. જે બાદ બાળકીના વાલી લાલઘુમ થઈ ગયા હતા અને સીધા સ્કૂલ ખાતે પહોંચ્યા હતા. સ્કૂલે પહોંચ્યા બાદ પ્રિન્સિપાલને આ ઘટના વિશે જણાવી હતી. શિક્ષિકાએ બાળકીને એટલો જોરથી માર માર્યો કે બાળકીના શરીર પર નિશાન પડ્યા હતા. બાળકીને માર મારવાની ઘટના ક્લાસ રૂમમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. જેને જોઈને તમે પણ હચમચી જશો. બાળકીના પિતાએ જણાવ્યું કે, 'સમગ્ર બાબતની જાણ થતાં હું પ્રિન્સિપાલને મળ્યો હતો અને પૂછ્યું હતું કે તમે ભણાવો છો કે આવી રીતનો માર મારો છો. જે બાદ અમે સીસીટીવી ચેક કરતા મારી બાળકીને 35 ઝાંપટ મારી હોવાનું સામે આવ્યું, જેને કારણે તેની પીઠ લાલ ચકામાથી ઊપસી આવી.મારી દીકરીને લોહી બહાર આવી ગયું તો પણ મેડમ મારતા રહ્યા. હું એમની ઉપર કેસ કરવાનો છું.' ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

 

 

 

આ શિક્ષક છે કે રાક્ષસ ? શિક્ષિકાની માસૂમ પર ક્રૂરતા : સુરતની શિક્ષિકાએ સાડા 3 વર્ષની બાળકીને પીઠ પર 35 ને ગાલ પર 2 તમાચા માર્યા