District

ઉધનામાં રાહદારીઓના મોબાઈલ ફોનની ચોરી કરનાર ત્રણ ચોરોની ધરપકડ

ઉધનામાં રાહદારીઓના મોબાઈલ ફોનની ચોરી કરનાર ત્રણ ચોરોની ધરપકડ

- સુરત શહેરમાં મોબાઈલ સ્નેચિંગની ઘટનાઓને રોકવા પેટ્રોલિંગમાં નીકળેલી સુરતની ઉધના પોલીસને મોબાઈલ સ્નેચિંગ ગેંગને પકડવામાં સફળતા મળી છે
- પોલીસ ટીમે તેની ધરપકડ કરી હતી

સુરત, સોમવાર

  સુરત શહેરમાં મોબાઈલ સ્નેચિંગની ઘટનાઓને રોકવા પેટ્રોલિંગમાં નીકળેલી સુરતની ઉધના પોલીસને મોબાઈલ સ્નેચિંગ ગેંગને પકડવામાં સફળતા મળી છે. ઉધના પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.એન. દેસાઈ પાસેથી પ્રાપ્ત વિગત મુજબ, ઉધના દક્ષેશ્વર મંદિર પાસે કેટલાક લોકો એક રાહદારીના હાથમાંથી મોબાઈલ ઝૂંટવીને ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે પોલીસ ટીમે તેની ધરપકડ કરી હતી.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

Embed Instagram Post Code Generator

  દરમિયાન પેટ્રોલીંગમાં નીકળેલી ઉધના પોલીસે પીછો કરી મોબાઈલ ફોન છીનવીને ભાગવાનો પ્રયાસ કરી રહેલા મોપેડ સવાર ત્રણ લોકોને પકડી પાડ્યા હતા.ઉધના પોલીસે યાસીન ઉર્ફે ઈમરાન ઈરફાન અન્સારીની સાથે નાસીર ઉર્ફે શાહરૂખ રશીદ શેખ, મેઝાન ઉર્ફે શાહરૂખની ધરપકડ કરી હતી. નિઝામ ઉર્ફે બાબુ અબ્દુલ અલી શેખની અટકાયત કરી વધુ પૂછપરછ કરવામાં આવી હતી. પોલીસ તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી શહેરના વિવિધ વિસ્તારોમાંથી છીનવેલા કુલ 24 મોબાઈલ ફોન મળી આવ્યા હતા. ઉધના પોલીસે આરોપીઓ પાસેથી એક મોપેડ અને કુલ 25 મોબાઈલ ફોન મળી કુલ 2.50 લાખની માલમત્તા કબજે કરી હતી. આરોપીઓની પૂછપરછ દરમિયાન ઉધના, ડીંડોલી અને પાંડેસરા પોલીસે પોલીસ ચોપડે નોંધાયેલા મોબાઈલ સ્નેચીંગના સાત બનાવોનો ભેદ ઉકેલ્યો હતો. ઉધના પોલીસે મોબાઈલ છીનવી લેવાનું કારણ જાણવા આરોપીની સઘન પૂછપરછ હાથ ધરી હતી. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે પકડાયેલા આરોપીઓ નવા મોબાઈલ ફોન વાપરવાના શોખીન હતા. આથી તેઓ નવા મોબાઈલ હોવાનું જણાતા ત્યાંથી પસાર થતા લોકોને નિશાન બનાવી મોબાઈલ ફોન ઝૂંટવી લેતા હતા.આ ઉપરાંત આરોપીઓ આ છીનવેલા મોબાઈલ સસ્તા ભાવે વેચીને પોતાનો શોખ પૂરો કરતા હતા. હાલ ઉધના પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ સાથે શહેર પોલીસના ચોપડે નોંધાયેલા મોબાઈલ સ્નેચીંગના અન્ય ગુનાઓ પણ ઉકેલાય તેવી શક્યતા છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો