- ૩ લાખ ૩૫ હજાર કિંમતનો મુદ્દામાલ જપ્ત : ફૂડ એન્ડ ડ્રગ્સે સેમ્પલ લઈ લેબોરેટરીમાં મોકલ્યા
- દૂધની બનાવટનો જથ્થો સંબંધીએ કોલ્ડ સ્ટોરેજ બંધ હોવાથી મૂક્યો હોવાનું દુકાનદારે કહ્યું
દહેગામ,મંગળવાર
દહેગામમાં ગાંધીનગર ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમે જલારામ ડેરીના ખાનગી કોલ્ડ સ્ટોરેજમાંથી શંકાસ્પદ ૧૪૦૦ કિલો ક્રીમનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ ક્રીમનો જથ્થાના સેમ્પલ લઈને તેણે લેબોરેટરી માટે મોકલી આપવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ મામલે દુકાનદારની પૂછપરછ કરતાં આ જથ્થો અમદાવાદ સ્થિત કુબેરનગરના તેમના સંબંધીએ પોતાનો કોલ્ડ સ્ટોરેજ બગડ્યો હોવાથી અહીંયા મૂક્યો હતો. આ મામલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ત્રણ લાખ ૩૫ હજાર ૫૨૦નો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.