
- લગભગ 200 લોકો સાથે છેતરપિંડી આચરી
- આરોપીઑ બેંક ખાતામાં ક્રેડિટ કાર્ડની રકમ ટ્રાન્સફર કરતાં
- છેતરપિંડી કરતી ગેંગના 7 સભ્યોની ધરપકડ કરાઇ
નઇ દિલ્લી,શુક્રવાર
ખોટા ફેક કોલ કરીને, બેંક અધિકારીઓ લોકોના જૂના ક્રેડિટ કાર્ડની લિમિટને નવા કાર્ડમાં ટ્રાન્સફર કરવાનો ડોળ કરતા હતા. ત્યાર બાદ છેતરપિંડી કરીને આખી રકમ તેમના ખાતામાં ટ્રાન્સફર કરી લેતા હતા.

હાલમાં, મોટા ભાગનું કામ ઓનલાઈન થઈ રહ્યું છે, તેમાં શોપિંગથી લઈને બેંકિંગ સુધીની દરેક બાબતોનો સમાવેશ થાય છે. આવી સ્થિતિમાં સાવધાન રહેવું ખૂબ જ જરૂરી છે. તાજેતરમાં પોલીસે આવી ગેંગનો પર્દાફાશ કર્યો છે, જે SBIના કસ્ટમર કેર નંબર પરથી SBI ઓફિસર બનીને લોકોને ફોન કરીને છેતરપિંડી કરતાં હતા. તમને જણાવી દઈએ કે, આરોપીઓ ખોટા ફેક કોલ કરીને પોતાને બેંક અધિકારી બતાવી લોકોના જૂના ક્રેડિટ કાર્ડની લિમિટને નવા કાર્ડમાં ટ્રાન્સફર કરવાનો ડોળ કરતા હતા. ત્યાર બાદ છેતરપિંડી કરીને આખી રકમ તેમના ખાતામાં ટ્રાન્સફર કરી લેતા હતા. સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ફરીદાબાદ દ્વારા છેતરપિંડી કરતી ગેંગના 7 સભ્યોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ કમિશનર વિકાસ અરોરાએ જણાવ્યું કે આરોપીએ જસ્ટ ડાયલ વેબસાઇટ પરથી ડેટા ખરીધી SBIના ક્રેડિટ કાર્ડ ધારકો કસ્ટમાઈઝ્ડ એપ દ્વારા SBIના કસ્ટમર કેર નંબર પર કૉલ કરતા હતા. લોકોને તેમના શબ્દોના જાળામાં ફસાવીને તેઓ કાર્ડ નંબર, સીવીવી નંબર, કાર્ડની એક્સપાયરી તારીખ લેતા હતા. આરોપીઑ તેમના બેંક ખાતામાં ક્રેડિટ કાર્ડની રકમ ટ્રાન્સફર કરતાં હતા.

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=com.weu
