
- ટવેરા અને ટ્રક વચ્ચે થયેલી અથડામણમાં પાંચ લોકોના કરુણ મોત થયા
- મૃતકોમાં ત્રણ મહિલા અને બે પુરૂષોનો સમાવેશ: બાળકીનો થયો આબાદ બચાવ
નાગપુર, શનિવાર
મહારાષ્ટ્રના નાગપુર જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં પાંચ લોકોના કરૂણ મોત થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે ટવેરા અને ટ્રક વચ્ચે થયેલી અથડામણમાં આ પાંચ લોકોના કરુણ મોત થયા છે. મૃતકોમાં ત્રણ મહિલા અને બે પુરૂષો છે. એક બાળકી બચી જવાના સમાચાર પણ છે. આ કાર નાગપુરથી ઉમરેડ તરફ જઈ રહી હતી ત્યારે તે ટ્રક સાથે અથડાઈ હતી.

આ દુર્ઘટનામાં મરનારા લોકોનો આંકડો હજૂ પણ વધી શકે છે. આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે ટવેરા ગાડી ટ્રકને ઓવરટેક કરી રહી હતી. કહેવાય છે કે, શુક્રવારની રાતે સાડા દશ વાગ્યે લગભગ ટવેરા ઉમરેડથી નાગપુર તરફ જઈ રહી હતી. આ દરમિયાન ઉમરગામ પાસે ટવેરાની ટક્કર ટ્રક સાથે થઈ હતી. ટક્કર એટલી જબરદસ્ત હતી કે, ટવેરા ગાડીનો આગળનો ભાગ ભાંગીને ભુક્કો થઈ ગયો હતો. મૃતકમાં 6 પુરુષ અને 1 મહિલા સામેલ છે. જે બધાં એક બીજાના સંબંધીઓ હતા. દુર્ઘટના બાદ નાગપુર ઉમરેડ હાઈવેને થોડી કલાક માટે બંધ કરવો પડ્યો હતો. હાઈવેની બંને તરફ ગાડીઓની લાઈનો લાગી ગઈ હતી. આ બાજૂ દુર્ઘટનાની જાણકારી મળતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે ક્રેન દ્વારા દુર્ઘટનાગ્રસ્ત ગાડીઓને રસ્તા પરથી હટાવી અને વાહનવ્યવહાર શરૂ કર્યો હતો.



