District

અમદાવાદમાં દારૂડિયાનો આતંક : બે બહેનો પર‌ હિચકારો હુમલો : નાની‌ બહેનને ગંભીર ઇજા થતાં સારવાર હેઠળ

અમદાવાદમાં દારૂડિયાનો આતંક : બે બહેનો પર‌ હિચકારો હુમલો : નાની‌ બહેનને ગંભીર ઇજા થતાં સારવાર હેઠળ

- છૂટ્ટી બોટલ મારતાં ૧૭ વર્ષિય સગીરાને ગંભીર ઈજા

- હુમલાખોર દારૂડિયાની‌ પોલીસે અટક કરી

અમદાવાદ, ગુરૂવાર

  રાજ્યમાં એક તરફ દારૂબંધીને લઈ મસમોટી વાતો કરવામાં આવે છે, તો બીજી તરફ રોજે રોજ મોટી માત્રામાં દારૂ ઝડપાવાની સાથે સાથે દારૂડિયાઓનો ત્રાસ પણ જાહેર માર્ગો પર જોવા મળે છે. ત્યારે અમદાવાદમાં એક ચકચારી ઘટના સામે આવી છે. જેમાં એક દારૂડિયાએ નરોડા ગેલેક્સી વિસ્તારમાં એકટીવા સવાર બે બહેનોને ઢોર માર મારીને ગંભીર ઈજા પહોંચાડી હતી. દારૂડિયા છુટ્ટી બાકી ફેંકતા તે એકટીવા પર બેઠેલી નાની બેનને વાગતાં તેને ગંભીર ઈજા થઈ છે, જે હાલમાં સારવાર હેઠળ છે. આ મામલે પોલીસ દ્વારા દારૂડિયાની ધરપકડ કરવામાં આવી છે.

Embed Instagram Post Code Generator

  નરોડા ગેલેક્સી પાસે આવેલી સોસાયટીમાં રહેતી બે બહેનો એકટીવા પર ઘર તરફ જઈ રહી હતી. મોટી બહેન એક્ટીવા ચલાવતી હતી અને 17 વર્ષની નાની બહેન પાછળ બેઠી હતી. આ સમયે સોસાયટી પાસે એક ઈસમ રાજાપાઠમાં રસ્તાની વચ્ચોવચ્ચ ચાલતો હોવાથી મોટી બહેને હોર્ન મારતાં તે ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે છુટ્ટી બોટલ બંને બહેનો તરફ ફેંકતા એકટીવા ઉપર પાછળ બેઠેલી નાની બહેનને વાગી હતી. બાદમાં આ ઈસમ દોડીને એકટીવા પાસે આવ્યો હતો અને બંને બહેનોને એકટીવા પરથી નીચે પાડી દઈને ઢોર માર મારવા લાગ્યો હતો. આ સમયે બૂમાબૂમ થતાં આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને બંને ઇજાગ્રસ્ત બહેનોને વધુ મારમાંથી છોડાવી સારવાર અર્થે ખસેડી હતી. જ્યાં નાની બહેનને માથામાં ગંભીર ઈજા થઈ હોવાથી તે હાલમાં આઈ.સી.યુ.માં સારવાર હેઠળ છે. આ મામલે સરદાર નગર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે હિતેશ રાવલ નામના ઈસમની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો