Gujarat

કોંગ્રેસને પ્રશાંત કિશોરને લઈ ૨૦૨૨માં ચમત્કારની આશા હતી પણ હવે નવેસરથી એકડો ઘૂંટવો પડશે 

કોંગ્રેસને પ્રશાંત કિશોરને લઈ ૨૦૨૨માં ચમત્કારની આશા હતી પણ હવે નવેસરથી એકડો ઘૂંટવો પડશે 

- પ્રશાંત કિશોર કોંગ્રેસમાં સામેલ ન થતાં નરેશ પટેલ પણ હવે થોભો અને રૂક જાવની નીતિ અપનાવી રહ્યા છે
- હાર્દિક પટેલના બગાવતી સૂર સામે આવી રહ્યા છે, કોંગ્રેસના નેતાઓ કંઈ સમજી શક્તા નથી અને ભાજપ ઘેલમાં છે

ગાંધીનગર,શુક્રવાર 

   વિધાનસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસનું લશ્કર ક્યાં લડી રહ્યું છે તેની કોઈને ખબર પડતી નથી. જૂથવાદ એ કોંગ્રેસનો જૂનો રોગ છે અને એ રોગની દવા આજ સુધી કોઈ કરી શક્યું નથી. નરેશ પટેલ કોંગ્રેસમાં આવે છે આવે છે તેવી વાતો સામે આવે છે પણ તારીખ પે તારીખ પડી રહી છે. નરેશ પટેલનો પેચ ક્યાં ફસાયો છે તે કોંગ્રેસ સમજી શક્તી નથી તો બીજી તરફ પ્રશાંત કિશોર હવે કોંગ્રેસમા જાેડાવવાની નથી ત્યારે ગુજરાત કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. ગુજરાત કોંગ્રેસને પીકે ઉપર મોટા ચમત્કારની આશા હતી. જાે કે, અટકળો એવી પણ ચાલે છે કે, પીકે નરેશ પટેલને ગુજરાતમાં મદદ કરી શકે છે. ગુજરાત કોંગ્રેસમાં હાલ ઘમાસાણ મચ્યું છે, એક પછી એક નેતાઓ પાર્ટી છોડી રહ્યા છે તો બીજી તરફ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલના પણ બગાવતી સૂર જાેવા મળ્યા છે. પોતાને કોઈ જ નિર્ણય બાબતે પૂછવામાં આવતું નથી તેમજ ઉપયોગ પણ કરાતો નથી તેવું કહી ચૂક્યો છે. નરેશ પટેલને પણ કોંગ્રેસમાં આવતા રોકવામાં આવી રહ્યા હોવાનું નિવેદન કરીને હાર્દિકે બળાપો ઠાલવ્યો હતો અને વધુમાં કહ્યું હતું કે, કેટલાક કોંગ્રેસના નેતાઓ એવું ઈચ્છે છે કે, હું પણ પાર્ટી છોડીને જતો રહું. કોંગ્રેસમા મચેલા ઘમાસાણને લઈ હવે નરેશ પટેલ પણ પોતાનો નિર્ણય બદલી શકે છે. અગાઉ તેઓ કોંગ્રેસમાં જાેડાશે તેવી પ્રબળ શક્યતાઓ જાેવામાં આવતી હતી પણ હવે નરેશ પટેલ કોંગ્રેસના હાથમાંથી સરકી જાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.

   ખોડલધામના નરેશ પટેલને લઈ તરેહ તરેહની ખબરો આવી રહી છે જાે કે, હજુ પણ તેમણે પોતાના હૂકમના પત્તા ખોલ્યા નથી. જાે કે, આવનારા નજીકના દિવસોમાં તેઓ સક્રિય રાજકારણમાં જાેડાઈ શકે છે તેવા સંકેત આપી ચૂક્યા છે. જાે કે, તેઓ કોંગ્રેસમાં જશે કે ભાજપમાં જશે તેના વિશે સ્પષ્ટતા થઈ શકી નથી. નરેશ પટેલ કોંગ્રેસમાં ભળશે તો ભાજપને વધારે મહેનત કરવી પડશે અને જાે ભાજપમાં ભળશે તો કોંગ્રેસની મુશ્કેલીઓ અનેકગણી વધી શકે છે અને ૨૦૨૨માં સત્તામાં આવવા માટેનું સપનું માત્ર સપનું બનીને રહી શકે છે. ખોડલધામના નરેશ પટેલ હવે સક્રિય રીતે રાજકારણમાં જાેડાઈ શકે છે તેવી શક્યતાઓ બળવત્તર બની રહી છે. અગાઉ કોળી સમાજ અને હવે દલિત સમાજના આગેવાનો સાથે તેમણે બેઠક કરી હતી. નરેશ પટેલ મે મહિનામાં રાજકારણમાં જાેડાવવા અંગેની જાહેરાત કરી શકે છે અને હાલ કોંગ્રેસથી ભાજપ અને આમ આદમી પાર્ટીના ધબકારા વધી ચૂક્યા છે. નરેશ પટેલ કોની સાથે જાય છે તેના ઉપર સૌની નજર મંડાયેલી છે.  બીજી તરફ રાજ્યમાં ભાજપને વિધાનસભાની ચૂંટણીમાં ટક્કર આપવા માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જાેડાણ કરી શકે છે અને તે દિશામાં બંને પાર્ટીના નેતાઓ વચ્ચે બેઠકોનો દોર ચાલી રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. ખોડલધામના નરેશ પટેલ ૨૦૧૭થી રાજકારણમાં આવું છું આવું છું તેવું કહી રહ્યા છે પણ હજુ તેઓ રાજકારણમાં આવ્યા નથી. રાજકીય વિશ્લેષકો આ તેમની પ્રેશર ટેકનિક ગણી રહ્યા છે અને એક રીતે તેઓ દરેક પાર્ટીના શ્વાસ અધ્ધર રાખી રહ્યા છે. જાે કે, હજુ તેઓ કઈ પાર્ટીમાં જાેડાશે તે મામલે મગનું નામ મરી પાડ્યું નથી. અગાઉ આપ પાર્ટીમાં પણ જાેડાશે અને પંજાબથી રાજ્યસભાના ઉમેદવાર બની શકે છે તેવી અટકળો સામે આવી હતી. ખોડલધામના નરેશ પટેલ કયા પક્ષમાં જાેડાશે તેના રહસ્ય ઉપરથી પરદો ઊંચકાયો નથી.

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો

કોંગ્રેસને પ્રશાંત કિશોરને લઈ ૨૦૨૨માં ચમત્કારની આશા હતી પણ હવે નવેસરથી એકડો ઘૂંટવો પડશે