District
હિન્દુ દીકરીઓ સાવધાન : ગુજરાતની ધ કેરાલા સ્ટોરી ઉડાવી દેશે હોંશ, બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવવાના મળે છે પૈસા
Google ન્યુઝ માં જોડાવા માટે અહીં ક્લિક કરો :
By Weu Network
6, October 2023
- પાંડેસરા વિસ્તારમાં એક સગીરા સાથે દુષ્કર્મ આચરી જબરદસ્તીથી ધર્મ પરિવર્તન કરાયું હોવાનું ખૂલ્યું
- સગીરા પર વિધર્મીએ દુષ્કર્મ આચરી માતા બનાવી
સુરત, શુક્રવાર
સુરતમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પૈસા લઈને વિધર્મીએ એક સગીરાને ફસાવી. જી હાં, આંચકો લાગે તેવી આ ઘટના બિલકુલ સાચી છે. પૈસાની લાલચમાં વિધર્મીએ એક નહીં અનેક હિંદુ યુવતીઓને ફસાવી. આ કિસ્સો આ વર્ષે જ રિલીઝ થયેલી ફિલ્મ કેરાલા સ્ટોરીની યાદ અપાવી રહ્યો છે. જ્યાં આવી જ રીતે ધર્મ પરિવર્તન કરાવાતું હતું. જરૂર છે આવા ઈસમો સામે પગલાં લેવાની અને તેમને સબક શિખવવાની.
ગુજરાતમાંથી અવાર નવાર લવ જેહાદના મામલા સામે આવે છે, ત્યારે હાલમાં ફરી એકવાર લવ જેહાદની ઘટના સામે આવી છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં એક સગીરા સાથે દુષ્કર્મ આચરી જબરદસ્તીથી ધર્મ પરિવર્તન કરાયું હોવાનું ખૂલ્યું છે. આ અંગે પાંડેસરા પોલીસ સ્ટેશમાં ફરિયાદ નોંધાઈ છે. આરોપીએ પોતાનું નામ બદલી સગીરાને પોતાના પ્રેમજાળમાં ફસાવી હતી. આરોપી રિઝવાન ગફારે પોતાનું નામ કરણ રાખી સગીરાને ફસાવી હતી. સગીરાને દિલ્હીમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું. તેમજ દિલ્હીમાં જબરજસ્તી ધર્મ પરિવર્તન કરાવી માનસિક ત્રાસ આપતો હતો. ત્યારે સમગ્ર ભાંડો ખૂલ્યો છે. હાલ આ સમગ્ર મામલે પાંડેસરા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. પોલીસે આરોપીની અટકાયત કરી છે અને આ મામલે તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે.
કિશોરી એ એક વર્ષ બાદ પુત્રીને જન્મ આપતા વિધર્મી રિઝવાને પોત પ્રકાશ્યું છે. યુવતી સામે સમગ્ર હકીકત આવતા યુવતી હેબતાઈ ગઈ હતી. વિધર્મી યુવકના અન્ય હિન્દૂ યુવતી સાથે સબંધ હોવાનું સામે આવ્યું છે. તેમજ યુવતીએ યુવકનો પ્રતિકાર કરતા યુવકે યુવતીને ધમકી આપી છે. વિધર્મીએ તો ત્યાં સુધી ખુલાસો કર્યો કે, હિંદુ છોકરીઓને ફસાવવાના તેને પૈસા મળતા હતા. એટલું જ નહીં આરોપીના મોબાઈલમાંથી ધર્મ પરિવર્તનને લગતું સાહિત્ય મળી આવ્યું છે. અને સુરતની જેમ જ મુંબઈમાં પણ આરોપીએ યુવતીને ફસાવી હતી.આરોપીએ યુવતીને જણાવ્યું હતું કે, અમારા ધર્મમાં જેટલી પણ હિંદુ છોકરીઓને લાવીશું તેમ મને વધુ પૈસા મળશે મને હાલમાં પૈસાની વધારે જરૂર છે. જેટલી વધુ હિંદુ છોકરીઓ લાવીશું તેટલો અમારા ધર્મનો પ્રચાર વધુ થશે. આ વાત સાંભળી યુવતીને લાગી આવ્યું હતું અને યુવતીએ સગા વ્હાલાને વાત કરીને પાંડેસરા પોલીસ મથકે પહોચી હતી. આ મામલે યુવતીની ફરિયાદ લઈને તપાસ હાથ ધરવામાં આવી છે.
યુવતીએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, વર્ષ 2018માં રીઝવાન ગફાર શાહ નામનો ઇસમ ઓટો રીક્ષામાં તેને લેવા મુકવા માટે આવતો હતો. આ દરમિયાન તેણે પોતાનું નામ કરણ હોવાનું જણાવ્યું હતું અને બાદમાં તેની સાથે મિત્રતા કરી હતી અને બાદમાં દુષ્કર્મ આચ્યું હતું. એટલું જ નહીં દિલ્હી લઇ જઈ ધર્મ પરિવર્તન પણ કરાવ્યું હતું. આ સમગ્ર બનાવમાં પોલીસે યુવતીની ફરિયાદના આધારે આરોપી રીઝવાન ગફાર શાહની અટકાયત કરી છે અને તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા બહાર આવવાની શક્યતા છે. લવ જેહાદને અંગે એક સુનિયોજિત કાવતરું ચાલ્યું હોવાની પોલીસને શંકા છે.
આ બનાવ અંગે એસીપી એમ. ડી.ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે, પાંડેસરા વિસ્તારમાં એક યુવતી કારખાનામાં કામ કરતી હતી. તે સમયે આરોપી રીક્ષા લઈને તેને લેવા મુકવા જતો હતો. આ દરમિયાન આરોપીએ પોતાનું નામ કરણ તરીકે જણાવ્યું હતું અને બાદમાં યુવતી સાથે મિત્રતા કર્યા બાદ યુવતી સાથે લગ્ન કર્યા હતા. બાદમાં તે પોતાની સાથે યુવતીને ભગાડીને દિલ્હી લઇ ગયો હતો. જયારે વર્ષ 2018માં આરોપીએ યુવતી સાથે લગ્ન કર્યા હતા. ત્યારે યુવતીની ઊંમર 17 વર્ષની હતી. તેમ છતાં સગીર વયની ઊંમરે તેની સાથે લગ્ન કર્યા હતા તેમજ તેણે પોતાનું અસલ નામ છુપાવ્યું હતું.વધુમાં જણાવ્યું હતું કે, દિલ્હી લઇ ગયા બાદ આરોપીએ યુવતીને પોતાનું અસલી નામ કરણ નહીં પણ રીઝવાન હોવાનું જણાવ્યું હતું. આ સાંભળી યુવતી ચોકી ઉઠી હતી પરંતુ તે સમયે યુવતી ગર્ભવતી હોવાથી અને બાળકનું વિચારીને તે ત્યાં ચુપચાપ રહેતી હતી. ત્યારે યુવકે યુવતીને જબરદસ્તીથી ધર્માંતરણ કરાવીને મુસ્લિમ ધર્મ અંગીકાર કરાવ્યો હતો. આરોપીને હાલમાં અટકાયત કરી લેવામાં આવ્યો છે. વધુમાં જણાવ્યું હતું કે લવ જેહાદની આ ઘટનામાં કોણ કોણ સંકળાયેલું છે તે મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં આરોપી અન્ય પણ એક હિંદુ યુવતીના સંર્પકમાં હોવાનું હાલ જાણવા મળ્યું છે. પોલીસ દ્વારા હાલ આ સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો