District

સશક્ત દિકરી સુપોષિત ગુજરાત થીમ આધારિત કિશોરી મેળાનો આરંભ ગાંધીનગર જિલ્લામાં ૧૧ ઓકટોબરના રોજ કલોલ નગરપાલિકા હોલ ખાતેથી થયો

- મહિલાઓની સુરક્ષા અંગે ચાલતા કાર્યો ઉપરાંત સખી વન સ્ટોપ સેન્ટર, સખી નિવાસ, સ્વધારગૃહ વગેરેની પણ માહિતી આપવામાં આવી હતી

ગાંધીનગર, બુધવાર

  બેટી બચાવો બેટી પઢાઓ યોજના તથા પૂર્ણા યોજનાના સંયુક્ત ઉપક્રમે જિલ્લા અને બ્લોક કક્ષાએ આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે, ‘સશક્ત દિકરી સુપોષિત ગુજરાત’ થીમ આધારિત કિશોરી મેળાનો આરંભ ગાંધીનગર જિલ્લામાં ૧૧ ઓકટોબરના રોજ કલોલ નગરપાલિકા હોલ ખાતેથી થયો. કાર્યક્રમ અંતર્ગત પ્રાથમિક શિક્ષણ, ઓપન શિક્ષણ તથા કિશોરીઓના અભ્યાસ વિશે, એનેમીયા અને કિશોરીઓને લગતી શારીરિક તકલીફોના નિવારણ અંગે, મહિલા તથા બાળકોના અધિકારનું રક્ષણ કરતી જોગવાઈઓ તથા મફત કાનુની સહાય અને પોસ્કો એક્ટ અંગે પણ માહિતી આપવામાં આવી હતી.ઉપરાંત બેન્કમાં ચાલતી મહિલા સહાય યોજનાઓ જેવીકે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષા યોજના,સુકન્યા સમૃદ્ધિ યોજના તથા સ્વસહાય જૂથ અંગે પણ માહિતી આપવામાં આવી હતી.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

  આ પ્રસંગે મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારી જીગર જસાણી દ્વારા ઘરેલું હિંસા, જાતીય સતામણી, અભયમ્ વગેરે અંતર્ગત મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલાઓની સુરક્ષા અંગે ચાલતા કાર્યો ઉપરાંત સખી વન સ્ટોપ સેન્ટર, સખી નિવાસ, સ્વધારગૃહ વગેરેની પણ માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં હાજર કિશોરીઓને સેલ્ફ ડિફેન્સ અંતર્ગત  ચાર્મી ચૌહાણ નામની કિશોરીએ માહિતી આપવા સાથે કેટલાક દાવ પણ શિખવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ચાર્મી ચૌહાણ પોતે બોક્સિંગમાં ઈન્ટરનેશનલ ગોલ્ડ મેડાલિસ્ટ છે. જે નાની વયે ગાંધીનગરની ૫૦૦૦થી વધુ દિકરીઓને સેલ્ફ ડિફેન્સ તાલીમ આપી ચુક્યા છે. વધુમાં ગુડ ટચ અને બેડ ટચની મહાતી આપી તેમણે જણાવ્યું હતું કે આવી પરિસ્થિતિમાં તમે શરીરના અમુક ભાગો જેવા કે આંખ ,નાક અને કાન જેવા સંવેદનશિલ ભાગો પર અટેક કરી સ્વબચાવ કરી શકો છો.

  આ પ્રસંગે બેટી બચાવો બેટી પઢાવો  અંતર્ગત ૩૯ આંગણવાડીની બહેનોને મહાનુભાવોના હસ્તે સ્પિકર આપવામાં આવ્યા હતા. કિશોરી સુપોષણ સપ્તાહ અંતગર્ત કિશોરી મેળામાં ૬ સ્ટોલ રાખવામાં આવ્યા હતા.જેમાં બી.આર.સી ભવન કલોલ ,સરકારી આઈ,ટી,આઈ આરસોડિયા, બાળક લગ્ન પ્રતિબંધ અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી દ્વારા નશા મુક્તિ અભિયાન, પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ દ્વારા મહિલાઓ માટે ચાલતી યોજનાઓ અંગે માહિતી,રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ, કિશોર અવસ્થા આરોગ્ય અને વેલનેસ ડે ની ઉજવણીના ભાગરૂપે  મિલેટ્સની અવનવી વાનગીઓનું પ્રદર્શન વગેરે જેવી માહિતી આ સ્ટોલ થકી આપવામાં આવી હતી.સશક્ત દિકરી સુપોષિત ગુજરાત’ અંતર્ગત કિશોરી મેળામાં પ્રમુખશ્રી તાલુકા પંચાયત શ્રીમતી બબીતાબેન એસ ઠાકોર, કારોબારી ચેરમેન તાલુકા પંચાયત કલોલ, પ્રોગ્રામ ઓફીસરશ્રી પારૂલબેન નાયક, મહિલા અને બાળ અધિકારીશ્રી જીગર ભાઈ જસાણી,દહેજ પ્રતિબંધક અધિકાર ગાંધીનગર, તાલુકા વિકાસ અધિકારી કલોલ શ્રી કલ્પેશ ચાવડા તથા સંલગ્ન વિભાગોના પ્રતિનિધિશ્રીઓ હાજર રહી કિશોરીઓને માર્ગદર્શન પુરુ પાડ્યું હતું.કાર્યક્રમમાં 350થી વધુ કિશોરીઓ તથા આશાવર્કર બહેનોએ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

સશક્ત દિકરી સુપોષિત ગુજરાત થીમ આધારિત કિશોરી મેળાનો આરંભ ગાંધીનગર જિલ્લામાં ૧૧ ઓકટોબરના રોજ કલોલ નગરપાલિકા હોલ ખાતેથી થયો