- ધારાસભ્યને પ્રમોશનની લાલચ આપી છેતરપીંડીનો પ્રયાસ હાથ ધરાયો
- સાયબર ક્રાઇમનું સતત વધી રહ્યું છે પ્રમાણ, ફોન દ્વારા તેમજ ફોન લિંક દ્વારા છેતરપિંડીના ગુનામાં વધારો
જામનગર, બુધવાર
જામનગર દક્ષિણના ધારાસભ્ય દિવ્યેશ અકબરીને ચાર દિવસ પહેલા ફોન આવ્યો હતો કે, તમારે તકલીફ છે. તેથી મનોકામના પૂર્ણ કરવા માટે વિધિ કરાવવી પડશે. અને અમારા ગુરૂના આશીર્વાદ મળશે તો તમે ઘણા આગળ વધશો પરંતુ તમારે આ માટે 51 હજાર રૂપિયા આપવા પડશે. ફોન કરનારા શખ્સો દ્વારા વિધિ માટે કવરમાં 51 હજાર રૂપિયાની માંગણી કરાઈ હતી. અને તેમ પણ કહ્યું હતું કે આ નાણાં પાછા પણ મળી જશે. જોકે ચાલાક ધારાસભ્ય અને પોલીસે ગોઠવેલા છટકામાં ત્રણ જણા સપડાઈ ગયા હતા. જેમાં અમરેલીના મહંમદ ઉર્ફે મુન્નો ટાઈગર, અંજુમન જુણેજા અને અભય સોમાણી નામના ત્રણ લોકોને પકડી પાડવામાં આવ્યા છે. હાલ પોલીસ આ તમામની પૂછપરછ કરી રહી છે. અમરેલી પંથકના ગઠીયાએ ગુરૂજીના આર્શીવાદ મેળવવા માટે વિધિ કરવી પડશે આ માટે રૂા.51 હજારની માંગણી કરી હતી.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર