Gujarat

અમદાવાદમા ક્રિકેટ વર્લ્ડકપની મેચને લઈ પોલીસ કમિશનરે બહાર પાડયું જાહેરનામું, જાણો કેટલા રૂટ બંધ રહેશે 

અમદાવાદમા ક્રિકેટ વર્લ્ડકપની મેચને લઈ પોલીસ કમિશનરે બહાર પાડયું જાહેરનામું, જાણો કેટલા રૂટ બંધ રહેશે 

- નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વાહનો માટે 17 પાર્કિંગ પ્લોટ ફાળવવામાં આવ્યા 
- ટ્રાફિક સહિત પોલીસના 3 હજારથી વધુ અધિકારીઓ ખડે પગે તૈનાત રહેશે

અમદાવાદ, બુધવાર 

  ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ સહિત પાંચ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. જેને લઈને પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વાહનો માટે 15 પાર્કિંગ પ્લોટ રહેશે. તેમજ સવારે 11 થી રાત્રી 12 વાગ્યા સુધી અમુક રૂટને ડાયવર્ટ કરાયા છે. આડેધડ પાર્કિંગ રોકવા 8 ટોઈંગ ક્રેઇન મદદ લેવાશે, ત્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વાહનો માટે 17 પાર્કિંગ પ્લોટ ફાળવવામાં આવ્યા છે. ટ્રાફિક સહિત પોલીસના 3 હજારથી વધુ અધિકારીઓ ખડે પગે તૈનાત રહેશે.અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ સહિત પાંચ મેચ રમાવાની છે. જેમાં 5મી ઓક્ટોબરે ઇંગ્લેન્ડ-ન્યુઝિલેન્ડ વચ્ચે પ્રથમ મેચ રમાશે. અમદાવાદમાં વર્લ્ડ કપની ક્રિકેટ મેચને લઈ પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. પ્રેક્ષકોના ભારે ધસારાને ધ્યાનમાં રાખીને 17 પાર્કિંગ પ્લોટ બનાવાયા છે. આશરે 8 હજાર કાર અને 10 હજાર ટુ વ્હીલના પાર્કિંગની ક્ષમતા ધરાવતા પાર્કિંગ પ્લોટ માટે શો માય પાર્કિંગ એપથી પાર્કિંગ સ્લોટ બૂક કરાવી ચાર્જ ચૂકવી વાહનો પાર્ક કરવાના રહેશે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

  નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વાહનો માટે 15 પાર્કિગ પ્લોટ રહેશે. તેમજ સવારે 11 થી રાત્રે 12 સુધી કેટલાક રૂટ ડાયવર્ટ કરાયા છે. ત્યારે 5 અને 14 ઓક્ટોબર, 4,10,19 નવેમ્બરની વર્લ્ડ કપ મેચ રમાશે. ટ્રાફિક સહિત પોલીસનાં 3 હજારથી વધુ અધિકારીઓ-કર્મચારીઓ તૈનાત રહેશે.  તારીખ 5, 14 ઓક્ટોબર અને 4, 10 અને 19મી નવેમ્બરે સવારે 11થી રાત્રે 12 વાગ્યા સુધી કેટલાક રૂટ બંધ કરી ડાયવર્ઝન અપાયું છે. સુરક્ષાની દૃષ્ટિએ સ્થાનિક પોલીસ સહિતની એજન્સીઓ તૈનાત રહેશે. પ્રેક્ષકોની ભીડ વધુ રહેવાની શક્યતાને પગલે ટ્રાફિક જામ ન થાય તે માટે ટ્રાફિક પોલીસને વધુ જવાનો પણ ફાળવાયા છે. જે લોકો આડેધડ વાહનો પાર્ક કરશે તે વાહનો ટો કરવા માટે ટ્રાફિક પોલીસની આઠ જેટલી ક્રેઇન મૂકવામાં આવશે.

 

    આ બાબતે ટ્રાફિક ડીસીપી નીતા દેસાઈએ જણાવ્યું હતું કે, આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ની અમદાવાદ શહેરમાં પાંચ મેચો રમાવા જઈ રહી છે. આજે મેચો રમાવા જઈ રહી છે.  જેને લઈ પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.  તે મુજબ ટ્રાફિકને અડચણરૂપ ન થાય તેને લઈજનપથ થી સ્ટેડિયમ મુખ્ય ગેટ થી કૃપા રેસિડેન્સી થી મોટેરા ટી  સુધીનો માર્ગ સવારે 11 વાગ્યાથી રાત્રીનાં 12.00 સુધી બંધ રહેશે. તેમજ આ જાહેરનામું આવતીકાલની મેચ સહિત તમામ મેચો માટે લાગુ પડશે.  ત્યારે વૈકલ્પિક રસ્તા માટે તપોવન સર્કલથી ONGC ચાર રસ્તાથી વિસત ટીથી જનપથ ટી થઇ પાવર હાઉસ ચાર રસ્તા થઇ પ્રબોધ રાવળ સર્કલ સુધીના માર્ગ પરથી અવરજવર કરી શકાશે. તેમજ કૃપા રેસિડેન્સી ટી થઇ શરણ સ્ટેટસ ચાર રસ્તા થઇ ભાટ-કોટેશ્વર રોડ થઇ એપોલો સર્કલ તરફ અવર જવર કરી શકાશે. ટ્રાફિક ન થાય તે માટે 15 જેટલા પ્લોટો છે. જેમાંથી ચાર ટુ વ્હીલર માટેનાં છે.  તેમજ 11 ફોર વ્હીલર માટેનાં પાર્કિગ પ્લોટો છે. આ જે પાર્કીગ પ્લોટ છે. તે શો માય પાર્કીંગ દ્વારા ગુગલ પર સર્ચ કરી અને પોતાનો પાર્કીગ સ્લોટ બુક કરાવી શકશે. તેમજ એએમટીએસ, બીઆરટીએસ તેમજ મેટ્રો દ્વારા પણ ટ્રેનો વધારી દેવામાં આવી છે.  માર્ગ ઉપર કોઈ પણ જગ્યાએ અડચણરૂપ વાહનથી ટ્રાફિક ન થાય તે માટે સતત ક્રેન માર્ગ પર ફરતી રહેશે. તેમજ મેચ વખતે એડીશનલ પોલીસ કમિશ્નર,  3 ડીસીપી, 4 એસીપી સહિત 1250 જેટલા ટ્રાફિકનાં  અધિકારી કર્મચારીઓ આ બંદોબસ્તમાં તૈનાત રહેશે.  તેમજ જે લોકો મેચ જોવા આવે છે તે લોકો પોતાનું પાર્કીંગ પાર્કીંગ પ્લોટોમાં જ કરે. તેમજ આડા અવળા વાહનો પાર્ક ન કરે.  ત્યારે લોકો પાર્કિંગ પ્લોટમાં જ તેઓનું વાહન પાર્ક કરવું.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

અમદાવાદમા ક્રિકેટ વર્લ્ડકપની મેચને લઈ પોલીસ કમિશનરે બહાર પાડયું જાહેરનામું, જાણો કેટલા રૂટ બંધ રહેશે