Gujarat

વડાપ્રધાન ફરી આવશે માદરે વતન : રાજકોટમાં એક કાર્યક્રમમાં આપી શકે છે હાજરી

વડાપ્રધાન ફરી આવશે માદરે વતન : રાજકોટમાં એક કાર્યક્રમમાં આપી શકે છે હાજરી

- PM નરેન્દ્ર મોદી મે મહિનાની મધ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની મુલાકાતે આવશે
- દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાના સંમેલનને પીએમ મોદી સંબોધન કરશે

રાજકોટ, શનિવાર 

   ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ત્યારે હવે ફરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ નક્કી થયો છે. એપ્રિલ મહિનામાં ગુજરાતમાં મહાસભાઓ ગજવ્યા બાદ હવે મે મહિનામાં ગુજરાતની મુલાકાતે આવવાના છે. PM નરેન્દ્ર મોદી મે મહિનાની મધ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની મુલાકાતે આવશે. જેમાં દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાના સંમેલનને પીએમ મોદી સંબોધન કરશે. અહીં 4 લાખથી વધુ લોકોના સંમેલનનું આયોજન થઈ રહ્યું છે.  ત્યારે પીએમ મોદી આટકોટના હોસ્પિટલના લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપી શકે છે.  આ હોસ્પિટલ પાટીદાર સમાજ દ્વારા બનાવવામાં આવી છે. જેનું લોકાર્પણ કરવા પીએમ મોદી આવી શકે છે.  2017માં સૌરાષ્ટ્રની વિધાનસભા બેઠકમાં ભાજપને થયેલું નુકસાન રિપીટ ન થાય તેને લઇ સતર્કતાના ભાગરૂપે પ્રધાનમંત્રી હોસ્પિટલનું લોકાર્પણ કરવા આવી શકે છે..

   પીએમ મોદી 15 મે બાદ ગુજરાતમાં સભાઓ ગજવશે. પીએમ મોદી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની મુલાકાતે આવશે, ત્યારે તેમના આગમનની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પીએમ મોદીના ગુજરાત પ્રવાસનું આયોજન થઈ રહ્યું છે, કાર્યક્રમની વિગતો PMOએ કલેકટર પાસેથી માંગી છે.  પાટીદાર ગ્લોબલ હોસ્પિટલ વિશે વાત કરીએ તો 40 કરોડના ખર્ચે 200 બેડની મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ  નિર્માણ કરાયું છે. પાટીદાર સમાજ ટ્રસ્ટ તરફથી હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. લોકાર્પણ PMના હસ્તે થાય તે માટે આમંત્રણ અપાયું છે. નોંધનીય છે કે, પીએમઓ કાર્યાલય તરફથી પીએમ મોદીના ગુજરાત પ્રવાસની તારીખનું કનફર્મેશન હજુ બાકી છે. પરંતુ જાણવા મળી રહ્યું છે કે ચૂંટણી સુધી દર મહિને પીએમ મોદી ગુજરાત આવશે. 

   અરવિંદ કેજરીવાલ આ વખતે ગુજરાતના સૌરાષ્ટ્રનો પ્રવાસ કરશે. રાજકોટના શાસ્ત્રીમેદાનમાં 11 મેએ સાંજે 5 વાગ્યે કેજરીવાલની જાહેર સભા ગજવશે અને રાજકોટથી વિધાનસભા ચૂંટણીનો પ્રચાર બ્યૂગલ ફૂંકશે. કેજરીવાલની સભાને લઇને શાસ્ત્રીમેદાનમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મહત્વનું એ પણ છે કે અરવિંદ કેજરીવાલની હાજરીમાં કેટલાક નેતાઓ AAPમાં જોડાઈ શકે છે. તેમજ કોંગ્રેસ પક્ષના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવશે. ગુજરાત રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીના આગમનને પગલે કોંગ્રેસ દ્વારા આદિવાસી અધિકાર સત્યાગ્રહનું આયોજન કરવામાં આવ્યું છે. જે સત્યાગ્રહ આગામી વિધાનસભાની ચૂંટણી સુધી ચાલુ રહેશે. દાહોદ ખાતે આગામી 10મી મેના રોજ યોજાનાર છે. આદિવાસી અધિકાર સત્યાગ્રહનો પ્રારંભ કરાવશે. વધુમાં સભાનું સંબોધન કરી કોંગી કાર્યકરોમાં જોમ-જુસ્સો ભરશે.  

 

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો

વડાપ્રધાન ફરી આવશે માદરે વતન : રાજકોટમાં એક કાર્યક્રમમાં આપી શકે છે હાજરી