
- લોકાર્પણના એક વર્ષ બાદ હાઈ માસ્ટ લાઈટો લગાવાઈ
- સ્ટેડિયમમાં 700 લક્ષના પ્રકાશ આપે તેવા ચાર હાઈ માસ્ટ લાઈટના ટાવર ચાલુ કર્યા
મહેસાણા, બુધવાર
ઉત્તર ગુજરાતમાં સૌથી મોટું સ્ટેડિયમ મહેસાણા શહેરમાં આવેલ છે.ત્યારે સ્થાનિક ખિલાડીઓ અહીંયા નજીવા દરે ક્રિકેટ મેચ સહિત રમી શકે તે માટે મહેસાણા પાલિકાએ 11 કરોડના ખર્ચે સ્ટેડિયમ નિર્માણ કર્યું હતું. જોકે, વહીવટી બેદરકારી કે એજન્સી પ્રત્યેની રહેમ રાહે સ્ટેડિયમમાં લાઈટીંગ ટાવર ઉભા કરવાના કામ ને બે વાર સમય મર્યાદા અને એજન્સી ને અનુકુળ રીતે ટેન્ડરની શરતોમા ફેરફાર કરવા છતાં ગ્રાઉન્ડ પર લાઈટીંગ લગાવી નહતી. પરંતુ જોકે લોકાર્પણના એક વર્ષ થયાં બાદ 4 હાઈ માસ્ટ લાઈટના ટાવર લાગી જતા હવે નાઈટ ટુર્નામેન્ટ, ક્રિકેટ મેચ માટે આ સ્ટેડિયમ સજ્જ બન્યું છે.
મળતી માહિતી અનુસાર મહેસાણા નગરપાલિકાએ 11 કરોડના ખર્ચે અદ્યતન સ્ટેડિયમ મહેસાણા ખાતે નિર્માણ કરવામાં આવ્યું છે. સ્ટેડિયમનું લાઈટીંગ કામ બાકી હોવા છતાં સત્તાધીશોએ ગ્રાઉન્ડનું લોકાર્પણ કરી ટોકન દરે ગ્રાઉન્ડ આપવા નિર્ણય કર્યો હતો. જેણે 1 વર્ષ થવા છતાં 11 કરોડના ખર્ચ સામે પાલિકાને માત્ર સાડા ત્રણ લાખ જેટલી જ આવક થઈ હતી. જ્યારે સ્ટેડિયમમાં લાઈટીંગની વ્યવસ્થા ન હોવાને કારણે નાઈટ મેચ કે ટુર્નામેન્ટ ન રમાતા પાલિકાએ નક્કી કરેલા એજન્સીએ પણ એગ્રીમેન્ટ કરવાનું ટાળ્યું હતું જેને લઈ પાલિકાને 6 મહિનાથી એજન્સી દ્વારા થતી 13 લાખ જેટલી આવક ગુમાવવી પડી હતી. જોકે હવે પાલિકાએ સ્ટેડિયમમાં 700 લક્ષના પ્રકાશ આપે તેવા ચાર હાઈ માસ્ટ લાઈટના ટાવર ચાલુ કર્યા છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો
