- દાળવડા મંગાવવા માટે કરવામાં આવેલી અરજી સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી
- અમદાવાદ સહાયક રાજ્યવેરા કમિશનરને મંજૂરી લેવા માટેની અરજી કરી
અમદાવાદ, રવિવાર
હાલમાં એક અરજી સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. આ અરજી દાળવડા મંગાવવા માટે કરવામાં આવેલી છે જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. અમદાવાદ સહાયક રાજ્યવેરા કમિશનરને ક્લાસ-2ના અધિકારીઓ અને ક્લાસ-3ના તમામ કર્મચારીઓએ બહારથી દાળવડા મંગાવવા માટે મંજૂરી લેવા માટેની અરજી કરી છે. અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં આવેલી સહાયક રાજ્યવેરા કમિશનરની કચેરી ઘટક-3 ખાતે વર્ગ-2ના અધિકારીઓ અને વર્ગ-3ના કર્મચારીઓ દ્વારા અરજી કરવામાં આવી છે. આ અરજીમાં 11 જેટલા કર્મચારીઓ દ્વારા સહી પણ કરવામાં આવી છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર