National

વિઝાની અવધિ સમાપ્ત થયા પછી પણ દેશમાં રહેવા બદલ શ્રીલંકાના નાગરિકની ધરપકડ

વિઝાની અવધિ સમાપ્ત થયા પછી પણ દેશમાં રહેવા બદલ શ્રીલંકાના નાગરિકની ધરપકડ

- પત્નીએ પતિના વિઝાની અવધિ સમાપ્ત થયાની પોલીસને જાણ કરી

- શખ્સ સંભલના નખાસા વિસ્તારમાં ક્લિનિક ચલાવતો

 

ઉત્તર પ્રદેશ,ગુરુવાર

  શ્રીલંકાના એક નાગરિકની ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં વિઝા સમાપ્ત થયા પછી લાંબા સમય સુધી દેશમાં રહેવા બદલ ધરપકડ કરવામાં આવી છે. 55 વર્ષીય અબ્દુલ કાદિર 30 વર્ષ પહેલા ટૂરિસ્ટ વિઝા પર ભારત આવ્યો હતો અને તેણે 1997માં સંભલ જિલ્લાની 50 વર્ષીય રાણા પરવીન સાથે લગ્ન કર્યા હતા.

  એડિશનલ એસપીએ જણાવ્યું કે, તેની પત્ની સાથેના સંબંધો બગડ્યા બાદ તેની પત્નીએ જ પોલીસને જાણ કરી હતી કે તેનો વિઝા 31 ડિસેમ્બર, 2019ના રોજ પૂરો થઈ ગયો હતો અને તે ગેરકાયદેસર રીતે દેશમાં રહી રહ્યો હતો. તેમની વિરુદ્ધ આઈપીસીની સંબંધિત કલમો સાથે ફોરેનર્સ એક્ટની કલમ 14 હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. કાદિર સંભલના નખાસા વિસ્તારમાં ક્લિનિક ચલાવતો હતો અને જનસેવા કેન્દ્ર દ્વારા તેનું આધાર અને પાન કાર્ડ મેળવવામાં સફળ રહ્યો હતો. સ્થાનિક ઇન્ટેલિજન્સ યુનિટ અને ઇન્ટેલિજન્સ બ્યુરોના અધિકારીઓ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી હતી અને તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. કલમ 420, 467, 468 અને 471 ગુનો નોંધ્યો છે. (તસ્વીર પ્રતીકાત્મક છે)

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=com.weu

 

વિઝાની અવધિ સમાપ્ત થયા પછી પણ દેશમાં રહેવા બદલ શ્રીલંકાના નાગરિકની ધરપકડ