- ગાંધીનગર સેક્ટર 21 પોલીસ દ્વારા અકસ્માત સર્જીને ફરાર થઈ ગયેલા કારચાલક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો
- ઈજાગ્રસ્ત રીક્ષા ચાલકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો
ગાંધીનગર, રવિવાર
ગાંધીનગરમાં આજે હિટ એન્ડ રનની એક ઘટના સામે આવતા ચકચાર મચી છે. ચ રોડ ઉપરથી સેક્ટર 17 ટાઉનહોલ તરફ જવાના રોડ ઉપર બેફામ ગતિએ પસાર થઈ રહેલ કારના ચાલકે રિક્ષા ને લેતા રીક્ષા ચાલકને ગંભીર ઈજા થઈ હતી. આ મામલે ગાંધીનગર સેક્ટર 21 પોલીસ દ્વારા અકસ્માત સર્જીને ફરાર થઈ ગયેલા કારના ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે.