
- પાપ છાપરે ચડીને પોકારે છે તેમ મૃત બેન્ક મેનેજરના કહેવાતો મિત્ર હર્ષિલ પટેલ પોલીસના સકંજામાં
- બેન્ક મેનેજર પોતાની કારમાં સવા કરોડ લઈને દાહોદ બ્રાંચમાં જમા કરાવવા જતા હતા
ગાંધીનગર, ગુરુવાર
દોસ્ત, દોસ્ત ના રહા...આ હિન્દી ગીતની પંક્તિઓને એક મિત્રએ યથાર્થ સાબિત કરી બતાવી છે. પૈસા માટે એક મિત્ર બીજા મિત્રની હત્યા પણ કરી શકે છે તેવો સનસનીખેજ કિસ્સો સામે આવ્યો છે. મિત્રતાના નામે કલંક બનેલા મિત્રએ પોતાના જ જીગરજાન બેન્ક મેનેજરની માથામાં ગોળી મારી હત્યા કરીને કાર સળગાવી દીધી હતી અને પછી રોકડ લઈને રફુ ચક્કર થઈ ગયો હતો અને મૃતદેહને ૨૦ કિલોમીટર દૂર ફેંકી દીધો હતો. આ મામલે પોલીસે ગણતરીના કલાકોમાં દગાબાજ મિત્રને ઝડપી લીધો છે અને વધુ તપાસ હાથ ધરી છે. સંતરામપુરના સરસણ આઉટ પોસ્ટના ગોધર ગામ નજીક બુધવારે રાત્રે સાડા દસ વાગ્યાન સુમારે બાલાસિનોર તરફ આવતી એક કાર ભડભડ સળગી ઊઠી હતી. બાદમાં સ્થાનિક લોકો અને પોલીસ કાફલો દોડી આવ્યો હતો પણ અંદર કોણ હતું તે જાણી શકાયું નહોતું. દરમિયાન માહિતી મળી હતી કે, આ કાર સંતરામપુરમાં આવેલી આઈસીઆઈસીઆઈ બેન્કના મેનેજર વિશાલ પાટિલની હતી. બેન્ક મેનેજરના પરિવારને પણ જાણ કરવામાં આવી હતી અને જાણવા મળ્યું હતું કે, મેનેજર સવા કરોડની રકમ દાહોદ બ્રાંચમાં જમા કરાવવા માટે જતા હતા ત્યારે રાત્રે સાડા દસ વાગ્યા બાદ તેમનો મોબાઈલ બંધ આવતો હતો. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
લૂંટ વીથ મર્ડરની ઘટનાને લઈ રેન્જ આઈજીથી લઈ એસપી, ડીવાયએસપી, સ્થાનિક પોલીસ અને એલસીબી સક્રિય થઈ હતી અને તપાસ હાથ ધરી હતી. જેમાં બેન્ક મેનેજરનો ફોન સ્ટ્રેસ કરવામાં આવતાં ૨૦ કિલોમીટર દૂરથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે આ કેસમાં ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી અને મૃતક મેનેજરના મિત્ર હર્ષિલ પટેલને સકંજામાં લીધો હતો. પોલીસના કહેવા અનુસાર, મૃતક બેન્ક મેનેજર સાથે હર્ષિલ પટેલે મિત્રતા કરી હતી અને તેણે ખબર હતી કે મેનેજર સવા કરોડ લઈને દાહોદ જવાના છે અને જેથી અગાઉથી તેણે પ્લાનિંગ કર્યું હતું. દરમિયાન બુધવારે સાડા દસ વાગ્યાના સુમારે હર્ષિલ પટેલે પહેલાં મિત્ર અને મેનેજર વિશાલને માથામાં ગોળી મારી હતી અને બાદમાં કાર સળગાવી દીધી હતી અને મૃતદેહ ૨૦ કિલોમીટર દૂર ફેંકી દીધો હતો અને રૂપિયા લઈને રફુ ચક્કર થઈ ગયો હતો. આ કેસમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો
