National

PG NEET કાઉન્સેલિંગને લઈને સૌથી મોટા સમાચાર ! આ તારીખથી થશે શરૂ, મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કરી આપી જાણકારી

PG NEET કાઉન્સેલિંગને લઈને સૌથી મોટા સમાચાર ! આ તારીખથી થશે શરૂ, મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કરી આપી જાણકારી

- PG NEET કાઉન્સેલિંગની પ્રક્રિયા 12 જાન્યુઆરી 2022થી શરૂ થશે

- સુપ્રીમકોર્ટના આદેશ બાદ કેંદ્ર સરકારની જાહેરાત

 

નવી દિલ્હી,રવિવાર

  દેશના સ્વાસ્થ્ય મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. ડો. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, આરોગ્ય મંત્રાલય દ્વારા નિવાસી ડોકટરોને આપવામાં આવેલી ખાતરી મુજબ, માનનીય સુપ્રીમ કોર્ટના આદેશ બાદ 12મી જાન્યુઆરી 2022થી MCC દ્વારા NEET-PG કાઉન્સેલિંગ શરૂ કરવામાં આવી રહ્યું છે. તેનાથી દેશને કોરોના સામેની લડાઈમાં વધુ તાકાત મળશે. તમામ ઉમેદવારોને મારી શુભેચ્છાઓ.

સરકારે પણ હડતાળ પર ઉતરેલા ડોક્ટરોની સ્વીકારી માંગ
  અગાઉ, NEET-PG કાઉન્સેલિંગમાં વિલંબના વિરોધમાં રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર ઉતરી ગયા હતા. તેમની 14-દિવસીય હડતાલ ગયા શુક્રવારે સમાપ્ત થઈ જ્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે 6 જાન્યુઆરીએ કોર્ટની સુનાવણી પછી તરત જ NEET-PG કાઉન્સેલિંગ પ્રોગ્રામ સાથે આવવાની ખાતરી આપી. રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશને પણ વિરોધ કરી રહેલા કેટલાક ડોક્ટરો વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી એફઆઈઆરને રદ્દ કરવાની માંગ કરી હતી. સરકારે પણ આ માંગણી સ્વીકારી લીધી હતી.

  તે જ સમયે, સુપ્રીમ કોર્ટે NEET PG 2021 માં OBC અનામત અને EWS ક્વોટા પર પણ નિર્ણય આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે અન્ય પછાત વર્ગો (OBC) વિદ્યાર્થીઓ માટે 27 ટકા અનામત અને આર્થિક રીતે નબળા વર્ગો (EWS) માટે 10 ટકા અનામતની માન્યતાને સમર્થન આપ્યું હતું.

કોર્ટે નિર્ણયમાં શું કહ્યું ?
  જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને એએસ બોપન્નાની બેન્ચે કહ્યું કે વર્ષ 2021-22 માટે NEET PG માટે કાઉન્સેલિંગ અગાઉના માપદંડો પર આધારિત હશે. બેન્ચે કહ્યું કે આગામી વર્ષોમાં EWS માટે આઠ લાખની આવકના માપદંડની માન્યતા અંગેનો નિર્ણય અરજીઓની સુનાવણી પછી જ લેવામાં આવશે. બેન્ચે અરજીઓની સુનાવણી માટે 5 માર્ચની તારીખ નક્કી કરી છે.

શું હતો સમગ્ર મામલો ?
  કેન્દ્ર સરકારે NEET PG 2021માં 27 ટકા OBC અને 10 ટકા EWS અનામત આપવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ આ આરક્ષણ સંબંધિત નોટિસ જુલાઈમાં જારી કરવામાં આવી હતી, જ્યારે NEET PG 2021 માટેની અરજીઓ બંધ કરવામાં આવી હતી. પરીક્ષા એપ્રિલમાં યોજાવાની હતી, પરંતુ કોરોનાને કારણે પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી. ત્યારબાદ સપ્ટેમ્બર 2021માં લેવામાં આવી હતી. વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા હતા કે આ શૈક્ષણિક સત્ર એટલે કે મેડિકલ પીજી એડમિશન 2021થી OBC અને EWS આરક્ષણનો અમલ થવો જોઈએ નહીં

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=com.weu

PG NEET કાઉન્સેલિંગને લઈને સૌથી મોટા સમાચાર ! આ તારીખથી થશે શરૂ, મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કરી આપી જાણકારી