
- મહારાષ્ટ્રમાં 36 હજારથી વધુ નવા કેસ, મુંબઈમાં રેકોર્ડ મામલા
- મહારાષ્ટ્ર, પ.બંગાળ, દિલ્હી, તમિલનાડુ, કર્ણાટક સૌથી વધુ કોરોનાગ્રસ્ત
નવી દિલ્હી, શુક્રવાર
દેશમાં કોરોનાનો ચેપ હવે ખૂબ ઝડપથી ફેલાય રહ્યો છે. ગત કેટલાક દિવસોથી કોરોના કેસોમાં વદારો જોવા મળ્યો છે. ગુરુવારે ઘણાં રાજ્યોમાં કોરનાના નવા કેસોએ લાંબી છલાંગ લગાવી છે. ઘણાં રાજ્યોમાં તો કોરોનાના ડરાવનારા આંકડા સામે આવી રહ્યા છે. મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, દિલ્હી સહીતના પાંચ સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યોમાં કોરોનાને કારણે સ્થિતિ બેકાબુ બનતી દેખાય રહી છે.

મહારાષ્ટ્ર-
મહારાષ્ટ્રમાં ગુરુવારે કોરોનાના 36265 નવા કેસ સામે આવ્યા છે. રાજ્યના આરોગ્ય વિભાગ પ્રમાણે, ગત 24 કલાકમાં રાજધાની મુંબઈમાં જ કોરોનાના 20181 નવા કેસ સામે આવ્યા છે. રાજ્યમાં 8907 લોકો રિકવર થયા છે અને 24 કલાકમાં 13 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. મહારાષ્ટ્રમાં હાલ એક્ટિવ કેસ વધીને 114847 થયા છે. મુંબઈમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 79 હજારને પાર પહોંચી છે.

પશ્ચિમ બંગાળ-
પશ્ચિમ બંગાળમાં ગુરુવારે કોરોનાના 15421 નવા કેસ અને 19 દર્દીઓના મોત નોંધાયા છે. રાજ્યમાં 24 કલાકમાં 7343 દર્દીઓ કોરોનામાંથી રિકવર પણ થયા છે. રાજ્યમાં કુલ 1632797 કોરોનાગ્રસ્તો રિકવર થઈ ચુક્યા છે. કોલકત્તામાં જ 6569 નવા કેસ નોંધાયા છે. પશ્ચિમ બંગાળમાં પોઝિટિવિટી રેટ 24.71 ટકા થઈ ગયો છે.

દિલ્હી-
દેશની રાજધાની દિલ્હીમાં ગુરુવારે 15097 નવા કેસ સામે આવ્યા છે. જેમાંથી 24 કલાકમાં 6900 દર્દીઓ રિકવર થયા છે અને 6ના મોત નોંધાયા છે. એક્ટિવ કેસની સંખ્યા 31498 થઈ છે. તો પોઝિટિવિટી રેટ વધીને 15.34 થયો છે. આ પહેલા બુધવારે દિલ્હીમાં 10665 નવા કેસ નોંધાયા હતા.

તમિલનાડુ-
તમિલનાડુમાં ગુરુવારે 6983 નવા કેસ નોંધાયા છે. ગત 24 કલાકમાં કોરોનામાંથી 721ની રિકવરી અને 11 મોત નોંધાયા છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 22828 થઈ છે.

કર્ણાટક-
કોરોનાના 5031 નવા કેસ ગુરુવારે નોંધાયા છે. ગુરુવારે અહીં 271 લોકો કોરોનામાંથી રિકવર થયા હતા. જ્યારે 1 દર્દીનું મોત નોંધાયું હતું. રાજ્યમાં હાલ 22173 એક્ટિવ કેસ છે.

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=com.weu
