
- ચેન્નાઈમાં પોલીસે વૃદ્ધ દંપતીની હત્યાનો મામલો ઉકેલી નાખ્યો
- મૃતદેહોને દંપતીના ફાર્મહાઉસમાં દાટી દેવામાં આવ્યા
ચેન્નાઈ,રવિવાર
ચેન્નાઈમાં અમેરિકાથી પરત આવેલા વૃદ્ધ દંપતીની હત્યા કરવામાં આવી હતી. પોલીસે વૃદ્ધ દંપતીની હત્યાનો મામલો ઉકેલી નાખ્યો છે. 60 વર્ષીય શ્રીકાંત અને તેની પત્ની અનુરાધા તેમની પુત્રીને મળ્યા બાદ અમેરિકાથી ભારત પરત ફર્યા હતા. ત્યારથી બંને ગુમ હતા. પોલીસે પરિજનોની ફરિયાદના આધારે દંપતીની શોધખોળ શરૂ કરી હતી.

પોલીસે વૃદ્ધ દંપતીની હત્યાનો મામલો ઉકેલી નાખ્યો છે. બંનેની હત્યા તેમના જ ડ્રાઈવરે તેના મિત્ર સાથે મળીને કરી હતી. બાદમાં બંનેના મૃતદેહ નેમેલી સ્થિત દંપતીના ફાર્મહાઉસમાં દાટી દેવામાં આવ્યા હતા. પોલીસેની તપાસ દરમિયાન ખબર પડી કે આ દંપતીનો ક્રિષ્ના નામનો ડ્રાઈવર હતો, જે નેપાળનો રહેવાસી છે. તેણે શનિવારે દંપતીનું એરપોર્ટ પરથી સ્વાગત કર્યું હતું. પોલીસને દંપતીના ફોન હિસ્ટ્રીમાં જાણવા મળ્યું છે કે પતિ-પત્ની બંને છેલ્લે ડ્રાઈવર ક્રિષ્ના સાથે જોવા મળ્યા હતા ત્યારબાદ પોલીસે દંપતીના ડ્રાઈવર ક્રિષ્ના અને તેના એક મિત્રની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે બંનેએ મળીને વૃદ્ધ દંપતીની હત્યા કરી હતી. બંનેની હત્યા આરોપીઓએ માયલાપુરની દ્વારકા કોલોની સ્થિત ઘરમાં કરી હતી. એ પણ જણાવ્યું કે તે મૃતદેહોને નેમેલીમાં દંપતીના ફાર્મહાઉસમાં લઈ જઈ દાટી દેવામાં આવ્યા હતા.

ફાર્મહાઉસ પહોંચ્યા પછી, પોલીસે મૃતદેહોને બહાર કાઢ્યા અને પોસ્ટમોર્ટમ માટે ચેંગલપટ્ટુની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી. વૃદ્ધ દંપતીને નિર્દયતાથી મારવામા આવ્યા હતા. જેના કારણે તેમનું મૃત્યુ થયું હતું. હાલ પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે. વધુ તપાસ ચાલુ છે. આ સાથે એ પણ જાણવામાં આવી રહ્યું છે કે આ બંનેએ શા માટે વૃદ્ધ દંપતીની હત્યા કરી ?


