District

ATM દ્વારા શિક્ષણ ! ગુજરાતમાં અહીં જોવા મળ્યું પ્રથમ શિક્ષણ આપતું ડિજિટલ એટીએમ 

ATM દ્વારા શિક્ષણ ! ગુજરાતમાં અહીં જોવા મળ્યું પ્રથમ શિક્ષણ આપતું ડિજિટલ એટીએમ 

- આ પ્રકારની ક્રાંતિ પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકામાં થવા પામી  
- આ ડિજિટલ ક્રાંતિને જેના થકી વિદ્યાર્થીઓ વિના મુલ્યે અભ્યાસ કરી રહ્યાં  

પાટણ, મંગળવાર 

  જૈનોની તીર્થ નગરી શંખેશ્વર ખાતે જન મંગલ સેવા ચેરીટેબલ અને શાંતિનાથ સેવા ચેરીટેબલના સંયુક્ત ઉપક્રમે શિક્ષણ જગતમાં ડિજિટલ ક્રાંતિ લાવવાનો પ્રયાસ પાટણ જિલ્લામાં પ્રથમ વખત થવા પામ્યો છૅ. ઓલ ટાઈમ એજ્યુકેશન એટીએમ ડિજિટલ કોમ્પ્યુટર લેબનો પ્રારંભ કરવામાં આવ્યો છૅ. 

  અત્યાર સુધી તમે રૂપિયા ઉપાડવાનું એટીએમ જોયુ હશે પણ હવે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ શિક્ષણ આપતું એટીએમ. જેને એટીએમ ડિજિટલ કહેવામાં આવે છૅ. જેના થકી વિદ્યાર્થીઓ આગળીના ટેરવે શિક્ષક વગર ખુબ જ સારો અભ્યાસ કરી શકે છૅ. જેમાં ઓડીઓ અને વિડિઓ થકી ખુબ જ સુંદર રીતે અભ્યાસ કરી શકે છૅ. આ પ્રકારની ક્રાંતિ પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકામાં થવા પામી છૅ. આ ડિજિટલ ક્રાંતિને જેના થકી વિદ્યાર્થીઓ વિના મુલ્યે અભ્યાસ કરી રહ્યાં છૅ. સમગ્ર ગુજરાતમાં ડિજિટલ શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ લાવવા શંખેશ્વર જેવા પછાત વિસ્તારની પસંદગી કરી દાતાએ ઉદાર હાથે 20 એટીએમ સેટ કાયૅરત બનાવવામાં આવ્યાં છે. જેમાં ધો.1 થી ધો. 8 સુધીના અભ્યાસક્રમને લગતાં 1200  શિક્ષણ જ્ઞાનના ભંડારને અપડેટ કરવામાં આવ્યો છે. જે અભ્યાસક્રમ બાળકો આંગળીના ટેરવે અને હેડફોનના માધ્યમથી અભ્યાસ કરી શકશે. પછાત વિસ્તારમાં જરૂરિયાત મંદ પરિવારના બાળકો કે જેઓ શિક્ષણની ફી સાથે ટ્યુશનની ફી ભરવા સક્ષમ નથી. તેવા પરિવારના બાળકોને જનમંગલ સેવા ચેરીટેબલ અને શાંતિનાથ સેવા ચેરીટેબલના માધ્યમથી દાતા પરિવાર દ્રારા કાર્યરત કરાયેલી શિક્ષણ જગતની ક્રાંતિ સ્વરૂપ અને સમગ્ર ગુજરાતમાં શંખેશ્વર ખાતે પ્રારંભ કરાયેલ એટીએ ડિજિટલ કોમ્પ્યુટર લેબ આશીર્વાદ રૂપ બની રહેશે. આગામી દિવસોમાં ધો.9 થી 12 વિધાર્થીઓ માટે પણ ઓનલાઇન એજયુકેશન ડેટા અપડેટ કરી આ શૈક્ષણિક ક્રાતિ ને વધુ વિસ્તારવાના પ્રયત્નો પણ હાથ ધરવામાં આવ્યા છૅ. આ પ્રસંગે ચાણસ્મા ના ધારાસભ્ય દિનેશજી ઠાકોર, દાતા પરિવાર  અને શંખેશ્વર ગ્રામપંચાયત સરપંચ સહીત વિદ્યાર્થીઓ મોટી સંખ્યા માં હાજર રહ્યા હતા.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

ATM દ્વારા શિક્ષણ ! ગુજરાતમાં અહીં જોવા મળ્યું પ્રથમ શિક્ષણ આપતું ડિજિટલ એટીએમ