Gujarat

હવે આજ બાકી હતું : અંબાજીમાં મોહનથાળ પ્રસાદમાં વપરાતું ઘી ભેળસેળવાળું નીકળ્યું 
 

હવે આજ બાકી હતું : અંબાજીમાં મોહનથાળ પ્રસાદમાં વપરાતું ઘી ભેળસેળવાળું નીકળ્યું 
 

- ફૂડ વિભાગે મહામેળા અગાઉ લીધેલા ઘીના સેમ્પલ ફેલ ગયા, કેટરર્સનો કોન્ટ્રાક્ટ પૂરો 
- કલેક્ટરે કહ્યું, બનાસ ડેરીમાંથી ઘીની વ્યવસ્થા કરાઈ હતી, ભેળસેળયુક્ત ઘી વપરાયું નથી

ગાંધીનગર, મંગળવાર

  તાજેતરમાં જ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં સાત દિવસીય મહામેળામાં ૪૦ લાખથી વધારે ભક્તોએ મા અંબાના દર્શન કર્યા હતા. ભક્તો માટે ૪૦ લાખથી વધારે મોહનથાળના પેકેટ તૈયાર કરવામાં આવ્યા હતા. જાે કે, હવે મહામેળો પૂરો થયા બાદ ફૂડ વિભાગે જે કેટરર્સ મોહનથાળનો પ્રસાદ બનાવે છે તેના ઘીના નમૂના લીધા હતા અને તે નમૂના ફેલ આવ્યા છે. મોહનથાળનો પ્રસાદ બનાવવાનો કોન્ટ્રાક્ટર મોહિની કેટરર્સને આપવામાં આવ્યો હતો અને મહામેળા અગાઉ ૧૮૦ ઘીના ડબ્બાનો સ્ટોક કરાયો હતો અને ત્યારે ફૂડ વિભાગે નમૂના લીધા હતા. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

  અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ ખૂબ વખણાય છે અને અગાઉ સરકારે મોહનથાળનો પ્રસાદ બંધ કરી ચીક્કીનો પ્રસાદ ચાલુ કરતાં ભારે હોહા થઈ હતી અને વિરોધ થતાં ફરીથી મોહનથાળનો પ્રસાદ શરૂ કરાયો હતો. ભાદરવી પૂનમના મહામેળા અગાઉ એટલે કે ૨૮મી ઓગસ્ટના રોજ ફૂડ વિભાગ દ્વારા ઘીનો નમૂનો લેવામાં આવ્યો હતો અને તેનું પરિણામ બહાર આવતાં એ નમૂના ફેલ આવ્યા હતા. કેટરર્સ દ્વારા ૧૮૦ ઘીના ડબ્બાનો સ્ટોક કરાયો હતો પણ નમૂના ફેલ આવતાં કલેક્ટર દ્વારા ઘી માટે બીજી વ્યવસ્થા કરવામાં આવી હતી. બનાસ ડેરીમાંથી શુદ્વ ઘી લાવવામાં આવ્યું હતું અને મોહનથાળમાં તેનો ઉપયોગ કરવામા આવ્યો હતો. બીજી તરફ મોહિની કેટરર્સનો કોન્ટ્રાક્ટર પૂરો થઈ ગયો છે અને જે રિન્યૂ કરાયો નથી. જાે કે, હવે જાેવાનું એ રહેશે કે ફૂડ વિભાગ કેટરર્સ સામે કેવી કાર્યવાહી કરે છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

હવે આજ બાકી હતું : અંબાજીમાં મોહનથાળ પ્રસાદમાં વપરાતું ઘી ભેળસેળવાળું નીકળ્યું