Gujarat

રાજ્યમાંથી દારૂબંધી હટાવવા માટે ગ્રૃપ સક્રિય થયું, હેલ્પલાઈન નંબર શરૂ કર્યો અને એક દિવસમાં એક હજાર કોલ આવ્યા 

રાજ્યમાંથી દારૂબંધી હટાવવા માટે ગ્રૃપ સક્રિય થયું, હેલ્પલાઈન નંબર શરૂ કર્યો અને એક દિવસમાં એક હજાર કોલ આવ્યા 

- ગ્રૃપની સંખ્યા ૩૩ હજારે પહોંચી ગઈ, ગ્રૃપનું માનવું છે કે, દારૂબંધી હટાવી લેવી જાેઈએ 
- હવે દારૂ પીનારાઓની મદદે ગ્રૃપ આવશે : સરકારને આબકારી વેરાની ખોટ, પર્યટન-હોટલ ઉદ્યોગને કરોડોના નુકસાનની દલીલ

ગાંધીનગર, શુક્રવાર 

   રાજ્યમાં દારૂબંધી માત્રને માત્ર કાગળ ઉપર છે એ સૌ કોઈ જાણે છે, દારૂબંધી હોવા છતાં પણ રાજ્યમાં જાેઈએ તેટલો દારૂ આસાનીથી મળી રહે છે. રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રની બોર્ડરો ઉપર પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત હોવા છતાં પણ વર્ષે દહાડે કરોડો રૂપિયાનો દારૂ ગુજરાતમાં આવે છે. દૂધ માંગો તો કદાચ ન મળે પણ દારૂ તો જાેઈએ તેટલો મળી રહે છે અને તેનાથી પોલીસ પણ અજાણ નથી. તાજેતરમાં જ રાજકોટથી મહિલા પીએસઆઈ ચાર કોન્સ્ટેબલ સાથે દારૂ ભરેલી ગાડીનું પાયલોટિંગ કરતા પકડાયા હતા અને આ ચારેને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. દારૂબંધીના કારણે પોલીસને તગડી કમાણી થઈ રહી છે ત્યારે રાજ્યમાંથી દારૂબંધી હટે તે માટે હવે એક ગ્રૃપ સક્રિય થયું છે અને તેણે એક હેલ્પલાઈન નંબર શરૂ કર્યો છે. દારૂ પીનારા આ હેલ્પલાઈન નંબર ઉપર મદદ માગી શકે છે અને આ ગ્રૃપ તેમની મદદ પણ કરશે. ગ્રૃપે હેલ્પલાઈન શરૂ કર્યો અને એક જ દિવસમાં એક હજાર લોકોના ફોન આવી ચૂક્યા છે અને હાલ આ ગ્રૃપની સંખ્યા ૩૩ હજારે પહોંચી ચૂકી છે. ઉત્તર ગુજરાતથી લઈ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાંથી કોલ આવી રહ્યા છે અને લોકો આ ગ્રૃપમાં જાેડાઈ રહ્યા છે. 

   રાજ્યમાં દારૂબંધીને લઈ વારંવાર સવાલો ઊઠી રહ્યા છે અને આ મામલો છેક હાઈકોર્ટ સુધી પણ પહોંચી ચૂક્યો છે. હવે દારૂબંધી હટાવી લેવા માટે વડોદરામાં એક ગ્રૃપ સક્રિય થયું છે અને આ ગ્રૃપે એક હેલ્પલાઈન નંબર-૯૮૯૮૩૩૩૩૧૧ જાહેર કર્યો છે. આ નંબર ઉપર દારૂ પીનાના મદદ માગી શકે છે તેવું કહેવામાં આવ્યું છે. આ હેલ્પલાઈન નંબર જાહેર કરાયાને એક જ દિવસમાં એક જ દિવસમાં રાજયના જુદા જુદા વિસ્તારમાંથી એક હજાર લોકોના કોલ આવી ચૂક્યા છે અને હાલ આ ગ્રૃપની સંખ્યા ૩૩ હજાર સુધી પહોંચી ચૂકી છે. ગ્રૃપ બનાવનાર અને દારૂબંધી હટાવવાની ઝૂંબેશ શરૂ કરનારા રાજીવ પટેલ કહે છે કે, દારૂબંધીથી સરકારને પણ આબકારી વેરાની કરોડોની ખોટ જાય છે. માત્ર એટલું જ નહી પણ લોકો ભેળસેળવાળો દારૂ પીવે છે અને જેના કારણે બીમાર પણ પડે છે. પર્યટન અને હોટેલ ઉદ્યોગને પણ દારૂબંધીથી કરોડોનું નુકસાન જાય છે. બેફામ ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે અને પોલીસ તોડપાણી કરીને મોટી રકમ પણ વસૂલ કરે છે. દારૂબંધી હટાવવા માટે ગ્રૃપ બનાવવામાં આવ્યું છે તે ગ્રૃપ હવે દારૂ પીનારાઓની મદદે આવશે અને આ માટે ધારાશાસ્ત્રીઓની ટીમ પણ તૈયાર કરી દેવામાં આવી છે. (તસવીર પ્રતિકાત્મક છે)

તમારા વિસ્તારના તાજા અને ઝડપી સમાચારો ઘરે બેઠા તમારા મોબાઈલમાં મેળવવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો

રાજ્યમાંથી દારૂબંધી હટાવવા માટે ગ્રૃપ સક્રિય થયું, હેલ્પલાઈન નંબર શરૂ કર્યો અને એક દિવસમાં એક હજાર કોલ આવ્યા