National

દેશનો સૌથી મોટો રાવણ, રિમોટથી થશે દહન

દેશનો સૌથી મોટો રાવણ, રિમોટથી થશે દહન

- ક્યાં બની રહ્યો છે આ સૌથી મોટો રાવણ ?

- ઇકોફ્રેન્ડલી રાવણનું ક્યાં કરાશે દહન ?

પંચકુલા, મંગળવાર

  તમે પેલી એડ જોઈ છે? 'શોખ બડી ચીઝ હૈ'... આજે કંઈક આવી જ વાત કરવી છે એક શોખીનની, દશેરાના દિવસની માત્ર ભારત જ નહીં અનેક દેશોમાં ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે જ ભગવાન રામ લંકા વિજય પછી અયોધ્યા પરત આવ્યા હતા. ત્યારથી જ તેની ઉજવણી થાય છે. ભારતમાં આ દિવસે રાવન દહન કરીને ભગવાન રામનો વિજ્યોત્સવ મનાવાય છે. તમને થશે શોખની વાતમાં રાવણ ક્યાં આવ્યો? જરા ધિરજ રાખો, અમે એ શોખની જ વાત કરી રહ્યા છીએ. પંચકુલાના એક શોખીન છે, તેમનો શોખ છે અજબગજબનો.... વર્ષોથી તે દર વર્ષે રાવણ બનાવે છે. આ વખતે તેઓ ભારતનો સૌથી મોટો રાવણ બનાવી રહ્યા છે, ત્રણ મહિનાથઈ તે કામે પણ લાગી ગયા છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

  આ શોખીનનું નામ છે, તેજિન્દર સિંહ રાણા, ઉંમર 56 વર્ષ. તેઓ બરડા ગામમાં રહે છે. તેજિન્દર સિંહ કહે છે કે શોખ બહુ મોટી વસ્તુ છે.  તેજિન્દર સિંહ રાણા વ્યવસાયે શિલ્પકાર છે.  35 વર્ષ પહેલા તેમણે પોતાના ગામમાં શોખ તરીકે રાવણ બનાવવાનું કામ શરૂ કર્યું હતું, બસ ત્યારથી લગાતાર તેઓ જ દર વર્ષે રાવણ બનાવે છે. આ વખતે દેશના સૌથી મોટા રાવણને પંચકુલાના સેક્ટર 5ના મેદાનમાં તૈયાર કરવામાં આવી રહ્યો છે. 171 ફૂટ ઉંચા રાવણને બનાવવાનું કામ છેલ્લા 3 મહિનાથી ચાલી રહ્યું છે. જેને "પ્રધાન વાલે રાવણ" તરીકે પણ ઓળખવામાં આવે છે. તેજિંદર સિંહે વર્ષ 2019માં ચંદીગઢના ધનાસ ગામમાં વિશ્વનો સૌથી ઉંચો 221 ફૂટનો રાવણ બનાવ્યો હતો, જેને જોવા માટે 2 લાખથી વધુ લોકો આવ્યા હતા. 35 વર્ષ પહેલા તેમણે 25 ફૂટના રાવણ બનાવવા સાથે શરૂઆત કરી, ગામના લોકોને પસંદ આવ્યો અને તેજિન્દર સિંહ દર વર્ષે રાવણ બનાવવા લાગ્યા. ખૂબી એ છે કે, તેઓ દર વર્ષે રાવણનું કદ વધારે છે, તેની પાછળનું કારણ આપતા તેજિન્દર કહે છે સમાજમાં દુષણોનો રાવણ મોટો થઈ રહ્યો છે. એટલે જ હું પણ રાવણનું કદ દર વર્ષે વધારું છું.

  હાલમાં તેજિન્દર પંચકુલાના સેક્ટર 5માં 171 ફૂટ ઉંચો રાવણ તૈયાર કરાવી રહ્યા છે, જેનું કામ છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહ્યું છે. આ રાવણ બનાવવામાં 25 કારીગરો કામે લાગ્યા છે.  રાવણ બનાવવા માટે અંદાજે 18 લાખ રૂપિયાનો ખર્ચ થશે. આ પૂતળાને બનાવવા માટે લગભગ 25 ક્વિન્ટલ લોખંડ, 500 વાંસના ટુકડા, 3000 મીટર લાંબી સાદડી, 3500 મીટર કાપડ અને 1 ક્વિન્ટલ ફાઇબરથી રાવણનો ચહેરો તૈયાર કરવામાં આવી રહ્યો છે. તેની અંદર તમિલનાડુથી લવાયેલા ઈકો ફ્રેન્ડલી ફટાકડા લગાવવામાં આવી રહ્યા છે, જે આકર્ષણનું કેન્દ્ર છે. મહત્વનું છે કે, આ રાવણ સંપૂર્ણપણે ઈકો ફ્રેન્ડલી છે અને તેનું દૂરથી રિમોટ દ્વારા દહન કરવામાં આવશે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

દેશનો સૌથી મોટો રાવણ, રિમોટથી થશે દહન