- બાળકી પર દુષ્કર્મ ગુજાર્યા બાદ તે પોતાના પરિવારને કહી દેશે તે બીકે બાળકીની હત્યા કર્યાની કબુલાત
- એક આરોપી બાળકીના પિતાનો મિત્ર
રાજકોટ, સોમવાર
રાજકોટમાં આઠ વર્ષની માસુમ દિકરીની માથું છુંદાયેલી હાલતમાં મળી આવેલી લાશનો ભેદ ઉકેલાયો છે. બાળકી ઉપર ત્રણ દ્વારા સામૂહિક દુષ્કર્મ આચર્યા બાદ હત્યા કરવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થયો છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઝડપાયેલા આરોપીઓમાંથી એક આરોપી માસુમ દીકરીના પિતાનો મિત્ર છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
રાજકોટમાં લક્ષ્મીનગર વિસ્તારમાંથી ગુમ થયેલી બાળકીનો માથું છુંદેલી હાલતમાં હત્યા કરાયેલો મૃતદેહ ભક્તિનગર રેલ્વે સ્ટેશન નજીક ઝાડી ઝાંખરામાંથી મળી આવ્યો હતો. જેની જાણ થતાં પોલીસ દ્વારા આ મામલે સઘન તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચકાસતા એક ઈસમ બાળકીને લઈ જતો સીસીટીવીમાં દેખાયો હતો. જેના આધારે પોલીસે મિથિલેશ નામના ઇસમને પકડી પાડી તેની પૂછપરછ શરૂ કરી હતી. જેમાં બાળકી ઉપર ત્રણ ઇસમો દ્વારા દુષ્કૃત્ય કરવામાં આવ્યું હોવાનું માલુમ પડ્યું હતું. જેથી પોલીસે આ ગુનામાં બિહારના મિથિલેશન કુમાર ઉર્ફે કાણિયો દાસ, રાજસ્થાનના ભરત મીણા અને ઉત્તર પ્રદેશના અમરેશ ઉર્ફે બ્રિજેશને ઝડપી પાડ્યો હતો. આરોપીઓની પૂછપરછમાં તેમણે બાળકી ઉપર દુષ્કર્મ ગુજાર્યા બાદ તેની હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું. બાળકીને મિથિલેશ વસ્તુ અપાવવાના બહાને લલચાવીને ભક્તિનગર રેલ્વે સ્ટેશન પાસેની અવાવરું જગ્યામાં લઈ ગયો હતો. જ્યાં પહેલેથી જ ભરત અને અમરેશ હાજર હતા. બાળકી ઉપર ત્રણેય દુષ્કર્મ આચર્યા બાદ જો જીવતી રહેવા દઈશું તો તે તેના પિતાને હકીકત કહી દેશે તે બીકે મોટા પથ્થર વડે બાળકીને માથામાં અને શરીરે માર મારીને તેને મોતને ઘાટ ઉતારી ત્રણેય ઈસમો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. હાલમાં પોલીસ દ્વારા સામૂહિક દુષ્કર્મ અને હત્યાના આ મામલામાં વધુ તપાસ હાથ ધરી છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો