District

લો બોલો ! આણંદમાં તસ્કરો ભિક્ષુકના ચાંદીના છડા ચોરી ગયા

લો બોલો ! આણંદમાં તસ્કરો ભિક્ષુકના ચાંદીના છડા ચોરી ગયા

- ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ

- પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ ના આધારે તપાસ હાથ ધરવામાં આવી

આણંદ, શુક્રવાર

 ઘર, દુકાન, ઓફિસોમાં ચોરી કરતા તસ્કરો હવે રસ્તા પર રહેતા ભિક્ષુકોને પણ બક્ષતા નથી. આવી જ એક ઘટના આણંદમાં પ્રકાશમાં આવી છે. જેમાં તસ્કરો ગોડાઉનના ઓટલા ઉપર સૂઈ રહેલ એક મહિલા ભિક્ષુકના પગમાંથી ચાંદીના છડાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થયા બાદ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

  આણંદમાં જુના દાદર થી એકતા ચોક તરફના રોડ ઉપર મસ્જિદની બહાર ભીખ માંગીને ગુજરાત ચલાવતા મહિલા ભિક્ષુક ગત 29 સપ્ટેમ્બરની રાત્રે મસ્જિદની પાસે આવેલા ફ્રુટવાળાના ગોડાઉનની બહાર ઓટલા ઉપર ઊંઘી ગયા હતા. આ દરમિયાન 12:15 વાગ્યાના અરસામાં બે ઈસમો મહિલા સુધી હતી તે ઓટલા ઉપર બેઠા હતા અને બાદમાં ધીરે રહીને મહિલાના પગમાંથી ચાંદીના છડા કાઢી લઈને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ત્રણેક વાગ્યાના અરસામાં ભિક્ષુક મહિલા જાગ્યા ત્યારે પગમાંથી ચાંદીના છડા ગાયબ હોવાનું ધ્યાને આવતા તેમણે તપાસ કરી હતી પરંતુ કોઈ ભાળ મળી ન હતી. જેથી તેઓએ બીજા દિવસે ગોડાઉનના માલિકને વાત કરતા બહાર લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસવામાં આવ્યા હતા. જેમાં રાત્રિના સમયે બે ઈસમો છડાની ચોરી કરતા જોવા મળ્યા હતા. જેથી આ મામલે મહિલા આણંદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે રૂપિયા 6,000 ની કિંમતના છડા ચોરી જનાર બે અજાણ્યા ઈસમોની સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો  અને મેળવો તમામ સમાચાર

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો

રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

લો બોલો ! આણંદમાં તસ્કરો ભિક્ષુકના ચાંદીના છડા ચોરી ગયા